Gujarat

વડાલી તાલુકામાં વીસીઈનો મગફળીની ટેકાના ભાવે ખરીદ માટે રજિસ્ટ્રેશન કામનો બહિષ્કાર

વડાલી
વડાલી તાલુકાના ગ્રામ પંચાયત વીસીઈ પડતર માગણીઓને લઈ છેલ્લા ૧૪દિવસ હળતાળમાં જાેડાયા છે અને ૨૫ સપ્ટેમ્બર ચાલુ થતી મગફળીની ટેકાના ભાવની ખરિદીના રજિસ્ટ્રેશન કરવાનો બહિષ્કાર કરવાનું આવેદનપત્ર વડાલી ટીડીઓને આપતાં ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા.વડાલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં છેલ્લા ૧૪ દિવસથી વીસીઈ પડતર માગણીઓને લઈને હળતાળમાં જાેડાયાછે. ત્યારે આવકના દાખલા રેશનકાર્ડ અને વિધવા સહાય જેવી વિવિધ કામગીરી બંધ હોવાના કારણે લોકો અટવાયા છે. ત્યારે ૨૫ સપ્ટેમ્બરથી ચાલુ થતી ટેકાના ભાવે મગફળીની ખરીદી ૨૫ સપ્ટેમ્બરથી ૨૪ ઓક્ટોબર દરમિયાન વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ પી એસ એસ હેઠળ મગફળીની ટેકાના ભાવની ખરીદી માટે ઇ ગ્રામ કેન્દ્ર ખાતે ખેડૂતોની ઓનલાઈન નોંધની શરૂ થતા પહેલા વડાલી તાલુકાના વીસીઈ કર્મચારીઓએ પડતર માગણીઓને સરકાર દ્વારા યોગ્ય ર્નિણય ન મળતા મગફળીના રજિસ્ટ્રેશન કામગીરીનો બહિષ્કાર કરતાં વડાલી ટીડીઓને આવેદન પત્ર આપતાં વડાલી તાલુકાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *