વડિયા બરવાળા બાવળ ભુખલી સાણથલી રોડનું આજે કામ શરૂ કરવામાં આવ્યું
વડિયા બરવાળા બાવળ અને ભુખલી સાણથલી ગામે જતાં લોકોમાં ખુશી વ્યક્ત થઈ
વડિયા તાલુકાના બરવાળા બાવળ અને ભુખલી સાણથલી રોડ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં હતો ત્યારે આ અંગે બરવાળા અને ભુખલી સાણથલી ના ગામજનો દ્વારા અવારનવાર વડિયા પૂર્વે મંત્રી બાવકુભાઈ ઉધાડ અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા જીલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક ને રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ બાબતે પૂર્વે મંત્રી બાવકુભાઈ ઉધાડે ગાંધીનગર ખાતે રૂબરૂમાં રજુઆત કરી તાત્કાલિક અસરથી આ બરવાળા બાવળ અને ભુખલી સાણથલી રોડ મંજૂર કરાવી આજે ખાત મુહૂર્ત કરી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ તકે તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમર તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા નવા ચુંટાયેલા સરપંચ મનિષ ઢોલરીયા ચેતન દાફડા કારોબારી સમિતિ ચેરમેન પ્રાગજીભાઈ વસાણી અને ગ્રામપંચાયતના સભ્યોએ શ્રીફળ વધેરી પેંડા વહેંચ્યા હતા અને ભુખલી સાણથલી બરવાળા બાવળ ગ્રામજનો દ્વારા રોડ નવો બનતા ખુશી વ્યક્ત કરી હતી


