જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જામનગર દ્વારા શ્રી વાત્સલ્ય વૃદ્ધાશ્રમ વસઈ ખાતે વિશ્વ વૃદ્ધ દિન ની ઉજવણી કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોને સરકાર દ્વારા કાર્યરત વૃદ્ધો માટેના વિવિધ કાયદાઓ તેમજ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માં સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનો મતદાનમા ભાગ લઈ શકે તે માટે ચુંટણીપંચ દ્વારા કરવામાં આવેલ વિવિઘ વ્યવસ્થાઓ અંગેની માહિતી પુરી પાડવામા આવી હતી. તેમજ સંસ્થાના અંતેવાસી વૃદ્ધ ભાઈઓ, બહેનોને સ્ટીક તથા અન્ય સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે શ્રી એમ.આર.પટેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, એમ.એમ.વ્યાસ પ્રોબેશન ઓફિસરશ્રી, શ્રી જ્યોત્સનાબેન હરણ લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી, સંસ્થાના પ્રમુખશ્રી ભાવનાબેન પરમાર, ઝોનલ ઓફિસર અને બુથ લેવલ ઓફિસરશ્રી અને સંસ્થાના ૫૦ જેટલા અંતેવાસી ભાઈઓ, બહેનો હાજર રહ્યા હતા.

