Gujarat

વડોદરાના ગોરવામાં પારિવારિક ઝઘડામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો

વડોદરા
ગોરવા વિસ્તારમાં મધુનગરમાં દહેજ અને પતિ સામે કેમ ફરિયાદ કરી છે તે બાબતે એક જ પરિવારનાં બે જૂથો વચ્ચે તલવાર અને ચાકુથી હુમલો થયો હતો. જેમાં બંને જૂથના ૪ જણા ઘાયલ થયા હતા. ગોરવા પોલીસે ૧૦ સામે હુલ્લડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોરવામાં મદનીપાર્ક સોસાયટી, મધુનગર બ્રિજ પાસે રહેતી તરાના શોએબ પઠાણે પતિ અને સાસરિયા સામે અત્યાચાર અને દહેજ ૧૫ લાખના દહેજ પછી પણ વધુ ૩ લાખની માગ થઇ હતી. પોલીસના મુજબ આ પછી રાતના સમયે તરાનાના માસા સસરાના પુત્ર શાહરૂખ પઠાણ અને ગુલામ પઠાણ નિસાર રેસિડન્સીમાં કારમાં જતા હતા ત્યારે તરાનાના ભાઈ ઇમરાન, શાહબાઝ, રિઝવાન, આરીફ અને ઉમર પઠાણે શાહરૂખને કહ્યું હતું કે, ‘તારા માસીના દીકરા શોયેબને સમજાવી દે જે કે મારી બેન તરાના સાથે સારું વર્તન કરે, કહી આરીફે શાહરૂખના ડાબા પગે તલવાર મારી હતી. શાહરૂખની ફરિયાદના આધારે ઇમરાન સહિતના ૫ સામે હુલ્લડનો ગુનો નોંધાયો હતો. જ્યારે તરાનાના ભાઈ રીઝવાન પઠાણે તારીક આકીલ, તારીક ઈરફાન, ગુલામ મુસ્તુફા, બાબુ અને શાહરૂખ સામે ફરિયાદમાં જણાવ્યું કે, ‘તે ઘેર જતો હતો ત્યારે તારીક અકીલ, તારીક સહિત ૫ જણા મારે ઘેર આવ્યા હતા અને શોયેબ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે તે પાછી ખેંચી લે, કહી ચપ્પુ મારતાં પીઠમાં વાગ્યું હતું અને મહંમદ ઉમરના ડાબા હાથના કાંડા પર ચપ્પુ વાગ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *