Gujarat

વડોદરાના પાદરામાં ૪ જુગારીઓને ૧.૨૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

વડોદરા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે દરોડો પાડીને આઈપીએલ મેચ પર સટ્ટો રમાડવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીના મકાનમાંથી ૧૦ મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ સહિત હિસાબો લખેલી બુક કબજે લીધી હતી. હિસાબોમાં લખેલા નામો પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલે ૪૮ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં હતા. જ્યારે સટ્ટો રમાડવાનું નેટવર્ક ચલાવતા ૪ સટ્ટોડિયાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે અને ૧.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલનો ચાર્જ જ્યારથીની નિર્લિપ્ત રાયે સંભાળ્યો છે. ત્યારથી સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેર જનતા સાથે વધુ નિકટતાથી સંપર્ક બનાવવાનું શરુ કરી દીધું છે. જેમાં નિર્લિપ્ત રાય સ્ટેટ મોનિટરિંગ સેલને મળતી દરેક ફરિયાદોને ખુબ સતર્કતાથી મોનિટરિંગ કરે છે અને ત્વરિત એક્શન પણ લેવામાં આવે છે. જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા ટાઉનમાં આવેલી નારયણનગર સોસાયટીમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી ચાર આરોપીઓ મળી આવ્યા હતા. મુંબઈ–કોલકત્તા વચ્ચેની મેચમાં સટ્ટો રમાડ્યો હોવાની વિગતો સ્થળ પરથી મળી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી અલતાફહુસેન અહેમદભાઇ મણીયાર (ઉ.૪૨),(રહે. બી-૬૯ મસીહાપાકટ જાસપુર રોડ પાદરા જીલ્લો વડોદરા), સાહિલ યુસફભાઇ જાની (ઉ.૨૨), (રહે. ઘર નંબર- બી/૧૧ નારાયણનગર સોસાયટી વાત્સ્લ્ય હોક્સ્પટલ પાછળ પાદરા તાલુકો પાદરા જિલ્લો વડોદરા), અસફાકભાઇ મહમદભાઇ મલેક (ઉ.૩૯), (રહે. ઉંચીપોળ, પાદરા તાલુકો પાદરા જિલ્લો વડોદરા), સિધાર્થ કિરણભાઇ પટેલ (ઉ.૨૭), (રહે. ઘર નંબર-૭ મીલીનકુંજ સોસાયટી સ્ટેશન રોડ પાદરા તાલુકો પાદરા જિલ્લો વડોદરા)ની ધરપકડ કરી હતી. મકાનમાંથી ૧૦ મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ સહીત હિસાબો લખેલી બુક કબજે લીધી હતી બુકમાં લખેલી વિગતો પ્રમાણે પોલીસે ૪૮ જેટલા ખેલીઓને વોન્ટેડ જાહેર કર્યાં હતા.

4-gamblers-were-caught-with-a-case-of-Rs-1.27-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *