Gujarat

વડોદરાના પોલીસ સ્ટેશનની ભાગેલ આરોપી દમણથી ઝડપાયો

વડોદરા
વડોદરાના ભાયલી વિસ્તારના રહેવાસીની કાર ખરીદ્યા બાદ રૂપિયા નહીં ચૂકવી ધમકી આપતા હર્ષિલ લિમ્બાચીયા સામે ગુનો નોંધાયો હતો. જે મામલે હર્ષિલ લિમ્બાચીયા જામીન પર છુટી ગયો હતો અને જામીનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પોલીસ મથકમાં પહોંચ્યો હતો. દરમિયાનમાં યુ.પી.માં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હર્ષિલને પકડવા માટે યુપી પોલીસ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આવી હતી. આ વાતની ભનક હર્ષિલને લાગતા યુપી પોલીસ પકડે તે પહેલા હર્ષિલ પોલીસ સ્ટેશનમાંથી નીકળી થઇ ગયો હતો. હર્ષિલ લિમ્બાચીયાની આસપાસમાં શોધ કરવામાં આવી હતી. પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. બે રાજ્યની પોલસની હાજરીમાં મહાઠગ હર્ષિલ લિમ્બાચીયા નાસી જતા પોલીસનું નાક કપાય તેવી સ્થિતી સર્જાઇ હતી. તેવામાં અલગ અલગ ટીમો બનાવીને હર્ષિલ લિમ્બાચીયાને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. મહાઠગ હર્ષિલ દમણમાં છુપાયો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને હર્ષિલ માટે વોચ ગોઠવી હતી. આખરે દમણથી હર્ષિલને પકડી પાડવામાં સફળતા મળી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હર્ષિલને વડોદરા લાવ્યા બાદ યુ.પી. પોલીસને સોંપશે. અગાઉ મહાઠગ હર્ષિલ લિમ્બાચીયા સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ૬ લાખ ઉપરાંતની છેતરપિંડી અને વિશ્વાઘાતની ફરીયાદ નોંધાઇ હતી. આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ દરમિયાન હર્ષિલ સામે ઉત્તરપ્રદેશના મેરઠમાં પણ એક ગુનો નોંધાયો હતો. જેથી ઉત્તર પ્રદેશ પોલીસ તેની શોધમાં વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા મહાઠગ હર્ષિલ લિમ્બાચીયાને યુ.પી. પોલીસ લઈ જાય તે પહેલા પોલીસ સ્ટેશનમાંથી રહસ્યમય રવાના થઇ ગયેલા હર્ષિલને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હર્ષિસ લિમ્બાચીયાને દમણથી દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *