વડોદરા
વડોદરાના ૭૦ વર્ષના રમણલાલ અંબલાલ વ્યાસ વડોદરાના આર.વી.દેસાઇ રોડ પર આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ એનેક્ષી ટાવરમાં રહે છે અને સીટરૉન ઓર્ગેનીસ લિમિટેડના માલિક છે. એપ્રિલ ૨૦૨૦માં ગૂગલ પર સર્ચ કરતા તેમને છમ્ર્ંસ્ર્ંહ્લહ્લજીૐર્ંઇઈ નામની કંપની વિશે માહિતી મળી હતી અને તે બિટકોઇ વેચતી હોવાનું જણાવા મળ્યું હતું. જેથી આ કંપનીના માલિક અમ્રીતેન્દુ ભટ્ટાચાર્યનો ફોન પર રમણલાલ વ્યાસે સંપર્ક કર્યો હતો. જેથી અમ્રીતેન્દુએ પોતાની ઓફિસ કોલકાતા અને લંડનમાં હોવાનું જણાવી એક બિટકોઇ પેટે ૭ લાખ ૩૨ હજારનો ભાવ ગણાવી ૨૦ હજાર ડોલરનું રોકાણ કરવું પડશે તેમ જણાવ્યું હતું. જેથી વડોદરાના રમણલાલ વ્યાસે અમ્રીતેન્દુએ જણાવેલ બેંકના ખાતામાં મે ૨૦૨૦માં ૩ લાખ ૭૯ હજાર ૫૦૩ એનઇએફટી ઓનલાઇન તેમજ બીજા ૧૧ લાખ ૪૬ હજાર ૬૫૮ અને ત્યાર બાદ ૮૬ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતા. જાે કે, ત્યારબાદ અમ્રીતેન્દુ નામના શખ્સે માત્ર ૮૦ હજારના બિટકોઇન આપ્યા હતા પણ બાકીના બિટકોઇન આપ્યા ન હતા. આ મામલે રમણલાલ વ્યાસે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વડોદરા શહેરના આર.વી.દેસાઇ રોડ પર રહેતા બિઝનેસમેનને બિટકોઇન આપવાના નામે ઓનલાઇન ૧૫ લાખ ૨૭ હજાર ૧૬૭ રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઇ કર્યાંની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
