Gujarat

વડોદરાના ભાયલીમાં બુટલેગર કિરણ કહારનું દારૂનું ગોડાઉન ઝડપાયું, ૪ની ધરપકડ

વડોદરા
શહેરમાં પીસીબી દ્વારા બુટલેગર કિરણ કહારના ભાયલી સ્થિત સ્પર્શ રેસીડેન્સીમાં આવેલ ગોડાઉન પર દરોડો પાડી ૩ લાખ ૬૭ હજારના દારૂ સહિત કુલ ૫ લાખ ૧૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ચાર શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બુટલેગર કિરણ કહાર ફરાર છે. પીસીબીને બાતમી મળી હતી કે, નાગરવાડા ખોડીયાર માતાના ખાંચામાં રહેતો કિરણ શ્યામલાલ કહાર ઇંગ્લીશ દારૂનો ધંધો કરે છે. તેણે ભાયલી વિસ્તારમાં કોઇક જગ્યાએ ગોડાઉન ભાડે રાખ્યું છે અને ત્યાથી તેના માણસો ફોર વ્હીલ વાહનોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી તેમજ મોટર સાયકલ ઉપર ફોર વ્હીલ વાહનનુ પાઇલોટીંગ કરી ભાયલી તરફથી પંચમુખી હનુમાન મંદિર વાળા રોડ થઇ વડોદરા શહેરમાં તેના ગ્રાહકો સુધી દારૂનો જથ્થો સપ્લાય કરે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ બુટલેગર કિરણ કહારના માણસો એક છોટા હાથી ટેમ્પોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળવાના છે. આ છોટા હાથી ટેમ્પોની આગળ એક સ્પલેન્ડર મોટર સાયકલ ચાલક પાયલોટીંગ કરી દારૂનો જથ્થો સપ્લાય કરવાના છે. જેના આધારે પીસીબીની ટીમ ભાયલીથી આવતા રોડ ઉપર વિહાન ચોકડીથી પંચમુખી હનુમાનજી મંદિર વચ્ચેના રોડ ઉપર વળાંક પાસે વોચમાં ઉભી રહી હતી. અને દારૂ ભરેલ ટેમ્પો તથા મોટરસાયકલ સહિત ચાર શખ્સોને ઝડપી પાડી તેઓની વધુ તપાસ દરમિયાન ભાયલી ખાતેથી સ્પર્શ રેસીડેન્સીમાં આવેલ ઇંગ્લિશ દારૂ ભરેલ ગોડાઉન મળી આવ્યું હતું. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *