Gujarat

વડોદરાના માંજલપુરમાં પૂર્વ પતિ અને તેના ભાઈએ મળી મહિલાના પ્રેમીને માર માર્યો

વડોદરા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં લગ્નેત્તર સંબધોના કારણે મારામારી થવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાના પતિ અને દિયરે મળીને પ્રેમીને માર માર્યો હતો. જેથી માંજલપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અલવા નાકા પાસે કમલેશ્વરનગરમાં રવિ નગીનભાઈ જાદવ રહે છે અને તે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મકરપુરા જીઆઈડીસીમાં નોકરી કરતી પરિણીતા સાથે મારે બે વર્ષથી પ્રેમ સંબંધ છે. અમે લોકો અવારનવાર મળતા હતા. જાન્યુઆરી મહિનામાં મહિલા મારી પાસે આવી હતી અને મને કહ્યું હતું કે, મારે તમારી સાથે રહેવું છે. મને તમે લઇ જાવ. જેથી અમે બંને ભાગી ગયા હતા. ૬ મહિના પહેલા તેના પતિએ તેને છૂટાછેડા આપ્યા હતા. અમે બંને લગ્ન કરવાના હતા. પરંતુ, મહિલાના પિતા દસ્તાવેજાે આપતા નહીં હોવાથી અમારા લગ્ન થઇ શક્યા નહોતા અને પ્રેમિકા મારી સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન કંઇ પણ કહ્યા વિના મારી પ્રેમિકા તેના અગાઉના પતિના ઘરે જતી રહી હતી. પ્રેમિકાએ તેના પતિને ચઢામણી કરી હોવાથી રાત્રે પ્રેમિકાનો પતિ અને તેનો ભાઈ મારા ઘર પાસે આવીને મને અપશબ્દો બોલાવા લાગ્યા હતા. બંનેએ ભેગા મળીને મને માર માર્યો હતો. મારી મમ્મી છોડાવવા વચ્ચે પડતા તેઓએ મારી મમ્મીને પણ માર માર્યો હતો. આ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલાખોર ભાઇઓ ભાગી ગયા હતા. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *