Gujarat

વડોદરાના યુવકનો અંતિમ વિડીયોમાં સ્ફોટક કબૂલાત કરી

વડોદરા
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા યુવક વિવેક કરણનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે શંકાસ્પદ મોત નિપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મૃતકે અંતિમ વીડિયો શૂટ કરીને સ્ફોટક કબૂલાત કરી છે. જેમાં મૃતક વિવેક કરણનું ડ્રગ્સ ડીલરે કબુલનામુ રેકોર્ડિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ હવે વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોતે ચકચાર જગાવી મુકી છે. ત્યારે હવે વડોદરાનો યુવક ડ્રગ્સનો ઓવરડોઝ લેતા પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે જાતે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે. આ અંતિમ વીડિયોમાં વિવેક કહી રહ્યો છે કે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું, મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીંઝ લેકે આયા હું. તો બીજી તરફ પોલીસે બલજીત, નેહા અને કૈલાસ ઉર્ફે પરિન ભંડારીનું નિવેદન નોંધ્યું હતું. પરિન ભંડારીએ વિવેક પાસે કબુલાવી વિડિયો બનાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મૃતક વિવેક કરણ પીને આવ્યો હોવાથી ફ્લેટ પર રોકાવાની અમે ના પાડી હોવાછતાં પણ રોકાયો હતો, જેથી અમે પોતાની સેફટી માટે વિડિયો બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ ડીલર બલજીત રાવતના મકાનમાં નેહા અને પરિન ભંડારી સપ્લાયનું કામ કરતા હોવાની ચર્ચા છે. બલજીત રાવત પોતાના ડિફેન્સ કોલોનીના ઘરમાં લાંબા સમયથી ડ્રગ વેચવાનો ધંધો કરતો હતો, જેમાં નેહા અને પરીન ભંડારી પણ હતાં. તેઓ ડિલિવરીનું કામ પણ કરતા હતા. સમા પોલીસને ચોપડે દ્રગ્સ નેટવર્ક ચલાવતા હોવાના મામલે બલજીત રાવત, નેહા અને પરીન ભંડારી સામે ગુના નોંધાયા છે. તાજેતરમાં ગુજરાતના બરવાળા અને બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતા. હજુ સુધી એ ઘટનાના પડઘા શાંત થયા નથી. ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવક શંકાસ્પદ મોતે ખળભળાટ મચાવી દીધો છે. જાેકે હવે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતાં પહેલાં મૃતકે પોતે અંતિમ વિડીયોમાં સ્ફોટક કબૂલાત કરી છે. સમગ્ર ઘટનનાને પગલે ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *