Gujarat

વડોદરાના વાસણા પાસે બિલ્ડરની કારને અકસ્માત નડતા કારમાં આગ લાગી

 

વડોદરા
વડોદરા શહેરના વાસણા ગામ પાસે અકસ્માત થયા બાદ ખાડામાં પડેલી કારમાં રહસ્યમય આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. વાસણા ગામ પાસે હનુમાનજી મંદિર નજીક અકસ્માતના કારણે ખાડામાં પડેલી કારમાં આગ લાગી હતી. કારમાં લાગેલી આગ ફાયર બ્રિગેડ કાબૂમાં લે તે પહેલાં બળીને ખાખ થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડમાંથી જાણવા મળ્યા મુજબ કાર વિશેષભાઇ ઠક્કરની હતી. તેઓ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે. બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. બિલ્ડરની કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. કારમાં ચોક્કસ કયા કારણોસર આગ લાગી તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

A-fire-broke-out-in-the-car.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *