Gujarat

વડોદરાના વિદ્યાર્થીના ખાતામાંથી ૧.૬૫ લાખ ઉપાડી લેવાની સાયબર ફરિયાદ નોંધાઈ

વડોદરા
વડોદરામાં વડસર રોડ ખાતે રહેતો દેવેન્દ્રનાથ સ્વામીનાથ યાદવ એમ.એસ.યુનિવર્સિટીના એમ.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી ગત તા. ૩, ૪ અને ૫ ફેબ્રુઆરીએ જુદા-જુદા ૧૫ જેટલા ટ્રાન્જેક્શન કરીને ૧ લાખ ૬૫ હજાર ૫૦૦ રૂપિયા ઉપાડી ગયા હતા. આ રકમ ઉપડી ગયાનો દેવેન્દ્રનાથ યાદવના મોબાઇલમાં મેસેજ પણ આવ્યા ન હતા. જેથી આ અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે નેશનલ પોર્ટલ પર અરજી નોંધાઇ છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર તેણે કોઇને પણ પોતાના બેંક કે એટીએમ કાર્ડ વિશે માહિતી આપી ન હતી છતાં તેના ખાતામાંથી કોઇએ રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે તપાસ કરતા મહારાષ્ટ્રના નાસિકથી જે એટીએમમાંથી રૂપિયા ઉપડી ગયા તેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે મંગાવ્યા હતા અને તેને બતાવવામાં આવ્યા છે. જાે કે એટીએમમાંથી આ રૂપિયા ઉપાડી લેનાર વ્યક્તિને પણ દેવેન્દ્ર ઓળખતો નથી.વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના બેંક ખાતામાંથી કોઇ અજાણી વ્યક્તિએ નાસિકથી એટીએમ દ્વારા ૧ લાખ ૬૫ હજાર રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *