વડોદરા
સીએલએમ મિસિસ ઇન્ટરનેશનલ ૨૦૨૨ વિશે માહિતી આપતા ફેશન ડિઝાઈન દર્શિના અતિત બારોટે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના સમા વિસ્તારમાં મારો બુટીક સ્ટુડિયો છે. મેં એમએસયુ માંથી બીએસસી (હોમ સાયન્સ) નો અભ્યાસ કર્યો છે. ગત વર્ષે મારી બહેન જંકૃતિ પટેલ અને મિત્ર ભાવિકા પટેલે મિસિસ ગુજરાત ૨૦૨૧માં તેઓએ તેમની ઈચ્છાથી મારું ફોર્મ ભર્યું હતું. તેઓનું કહેવું હતું કે, મારી પર્સનાલિટી પ્રમાણે મારે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવો જાેઇએ. તેમના કહેવા પ્રમાણે મેં આ સ્પર્ધામાં ભાગ લીધો અને મેં મિસિસ ગુજરાત ૨૦૨૧નો તાજ મારા નામે કર્યો અને તેની સાથે સાથે મેં મિસિસ બેસ્ટ પર્સનાલિટી ૨૦૨૧નો તાજ જીત્યો. ત્યારબાદ સીએલએમ મિસિસ ઇન્ટરનેશનલ ૨૦૨૨માં મારી પસંદગી કરવામાં આવી. જે સ્પર્ધામાં ભારત, નાગાલેન્ડ, શ્રીલંકા અને તિબેટ જેવા દેશોમાંથી ૪૦ મહિલાએ ભાગ લીધો હતો. જે સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં ૯ મહિલાની પસંદગી થઇ હતી. જેઓને પરાસ્ત કરીને મેં ૩૮ વર્ષની વયે સીએલએમ મિસિસ ઇન્ટરનેશનલનો તાજ પોતના નામે કર્યો હતો. બહેન, મિત્ર, પતિ અને પરિવારના સહાય અને મારા આત્મવિશ્વાસથી મેં જીવનના અનેક પડાવ પાર કર્યા છે. એપ્રિલ-મે ૨૦૨૨ માં મિસિસ ઇન્ડિયા ધ ગ્રેન્ડ બ્યૂટી ૨૦૨૨ના વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધામાં પણ મેં ભાગ લીધો છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મેં આટલા બધા ટાઇટલ મારા નામે કર્યાં છે અને મિસિસ ઈન્ડિયા ધ ગ્રેન્ડ બ્યૂટી ૨૦૨૨નો તાજ પણ હું જીતીશ તેવી મને આશા છે. આ સાથે આવનારા સમયમાં શહેરની મહિલાઓ માટે ફેશન શોનું આયોજન કરવાની મારી અદમ્ય ઇચ્છા છે મહિલા જન્મે ત્યારથી જ દરેક કાર્ય કરવા માટે સક્ષમ હોય છે પણ તેઓ પરિવારના સભ્યોને મહત્ત્વ આપતી હોય છે, તેના કારણે લોકો એવું સમજે છે કે મહિલા બીજા પર ર્નિભર છે. મહિલાને સફળ થવા માટે ઉમર ક્યારેય બાધા નથી બનતી, બસ મહિલાઓએ હિંમત અને લગનથી કાર્ય કરવાની આવશ્યકતા છે. દરેક પત્નીએ પતિની ઇચ્છાનું માન રાખવું જાેઇએ પણ તેની સાથે પોતાની પસંદનું કાર્ય કરવા માટે હંમેશા આગળ આવવું જાેઇએ. કારણ કે, પોતાની પસંદનું કાર્ય કરવાથી ચોક્કસ પણે સફળતા પ્રાપ્ત થશે તેવું દર્શિના બારોટે જણાવ્યું હતું.


