વડોદરા
વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની કવિતાને (નામ બદલ્યું છે) બે વર્ષ અગાઉ સોશિયલના માધ્યમથી આતીષ પટેલ (રહે. મહેસાણા) સાથે પરિચય થયો હતો. દરમિયાન બંને વચ્ચે પ્રેમ સબંધ પાંગરતા આતીષ અવારનવાર કવિતાને મળવા માટે વડોદરા આવતો હતો. અને આતિષે કવિતા સાથે તમામ સંબંધ પણ બાંધ્યા હતા. દરમિયાન કવિતાએ આતિષ સાથેના સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આથી આતિષ રોષે ભરાયો હતો. અને આતીશે કવિતાના માતા-પિતા તથા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા. ૩ જાન્યુઆરીના રોજ કવિતા ઈલોરા પાર્ક ખાતેથી પસાર થતી હતી. તે સમયે વડોદરા આવેલા આતિશે જબરજસ્તીથી કવિતાનો હાથ પકડી વાતચીતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કવિતાએ આતીશને જણાવ્યું કે, મારા માતા-પિતાને ફોન કરીશ નહીં. માતા-પિતા અને પરિવારથી ગભરાઇ ગયેલી કવિતાનો ફાયદો ઉઠાવી આતીશે કવિતાને ધમકી આપી હતી કે, તું મારી સાથે સંબંધ નહીં રાખે તો આપણી અંગત પળોના ફોટો તારા પપ્પાને મોકલી આપીશ તેવી ધમકી આપી હતી. એટલેથી આતીશ ન રોકાતા કવિતાને તેના માતા-પિતા તેમજ ભાઇને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આતિષની હરકતથી યુવતીનો પરિવાર પણ ગભરાઇ ગયો હતો. આથી કવિતાએ આતીશથી પોતાનો અને પરિવારનો પીછો છોડાવવા માટે ગોરવા પોલીસ મથકમાં મહેસાણાના રહેવાસી આતીષ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આતીષ પટેલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.સોશિયલ મીડિયાના માધ્યમથી મહેસાણાના યુવાન સાથે પ્રેમ કરી બેઠેલી વડોદરા શહેરની યુવતીને પસ્તાવાનો વખત આવ્યો છે. મહેસાણાના યુવાન સાથે પ્રેમ સબંધ તોડી નાખતા પ્રેમી યુવાને યુવતીને અંગત પળોના ફોટો માતા-પિતાને મોકલી આપવાની ધમકી આપી યુવતીને સબંધ રાખવા મજબૂર કરતા આખરે યુવતીએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહેસાણાના યુવાનના પ્રેમ ચક્કરમાં ફસાયેલી યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
