વડોદરા
હર ઘર તિરંગા અભિયાને દેશભક્તિની ભાવના લોકોમાં પ્રગટ કરી છે. જેના ભાગરૂપે વડોદરા અગ્રવાલ સમાજ ટ્રસ્ટ, અગ્રવાલ યુવા સંઘ અને અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા સંયુક્ત રીતે બાઈક પર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજિત ૧૨૫ જેટલી બાઈક સાથે અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યામાં જાેડાયા હતા. ડીજેના સાથે નીકળેલી તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા, જેનાથી દેશભક્તિનો માહોલ બન્યો હતો. તિરંગા યાત્રાનું કડકબજારના વેપારીઓએ ભવ્ય સ્વાગત કર્યું. જેમાં વેપારીઓએ તિરંગા યાત્રા પર ગુલાબના ફૂલોનો વરસાદ કર્યો અને તેવો પણ તિરંગા યાત્રામાં જાેડાયા હતા. તિરંગા યાત્રામાં જાેડાનાર દરેક વ્યક્તિ માટે ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો હતો જેમાં પુરુષો માટે સફેદ શર્ટ કે ટી શર્ટ, જ્યારે મહિલાઓ માટે સફેદ કે કેસરી સાડી કે ડ્રેસનો ડ્રેસ કોડ રાખ્યો હતો, એમાં જ તમામ લોકો સજ્જ થઈ તિરંગા યાત્રામાં જાેડાયા હતા. તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડો. વિજય શાહ, વેસ્ટર્ન રેલવેના સિનિયર ડીઓએમ સુનીલ ગુપ્તાએ કરીને યાત્રાની શરૂઆત કરાવી હતી. તિરંગા યાત્રા ડેરી ડેન સર્કલથી શરૂ થઈ કડકબજાર માર્કેટ, કલ્યાણ હોટેલ, સુર્યા પેલેસ હોટલ થી જેતલપુર બ્રિજ, કાશી વિશ્વેશવર મહાદેવ મંદિર ચાર રસ્તા, ઊર્મિ ચાર રસ્તા થી અગ્રવાલ સમાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં અગ્રવાલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ હેમંત અગ્રવાલ, ટ્રસ્ટીઓ, અગ્રવાલ યુવા સંઘના પ્રમુખ અભિષેક અગ્રવાલ, મહિલા સમિતિના પ્રમુખ ગુંજનબેન અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જાેડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.
