Gujarat

વડોદરામાં ગુસ્સે થયેલી સાસુએ પુત્રવધુને ચમચો મારી માથું ફોડ્યું

વડોદરા
વર્ષ ૨૦૧૯ના તેના લગ્ન છાણી જકાતનાકા ટીપી ૧૩ ખાતે રહેતા મહેશભાઇ જાદવ સાથે થયા હતા. લગ્ન જીવનથી તેમને હાલ દોઢ વર્ષનો પુત્ર છે. લગ્નના થોડા મહિના બાદ સાસુ સાથે અવારનાવાજ ઝઘડા થતાં તે જુદા રહેવા ગયા હતા. દરમિયાન મહેશભાઇ પુત્રને લઇને નજીકમાં રહેતી તેમની માતા વિમળાબેનને મળવા માટે ગયા હતા. જેથી રસોઇ જઇ ગયા બાદ પરિણિતા મનિષાબેન પતિને બાલોવવા માટે સાસુના ઘરે ગયા હતા. ત્યારે સાસુએ તુ મારા દિકરાને કેમ બલાવવા આવી તેમ કહી પુત્રવધૂ મનિષાબેનને અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું હતું. જેથી પુત્રવધૂ મનિષાબેને સાસુ વિમળાબેનને કહ્યું હતું કે મમ્મી તમે અપશબ્દો ના બોલશો. સાસુ-વહુ વચ્ચે ઝપાઝપી થઇ હતી અને ઉશ્કેરાયેલા સાસુ રસોડામાં જઇ ચમચો લઇ આવ્યા હતા અને પુત્રવધૂ મનિષાબેનને માથામાં ફટકારી દીધો હતો. જેથી મનિષાબેનને માથામાં લોહી નિકળવા લાગ્યું હતું. સાસુએ પુત્રવધૂને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ઇજાગ્રસ્ત પુત્રવધૂ ત્યાંથી નિકળી ગઇ હતી. સમગ્ર ઘટના મામલે પરિણિતાએ સાસુ સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *