Gujarat

વડોદરામાં જંબુઆ ડમ્પિંગ સાઈટમાં આગ લાગતા નાસભાગ મચી

વડોદરા
વડોદરા શહેરમાં ડોર-ટુ-ડોર ફરીને કચરો એકત્રીત કરી જાંબુઆ ખાતે આવેલી ડમ્પિંગ સાઇટમાં ઠાલવવામાં આવે છે. જે કચરાને પ્રોસેસ કરવાની જવાબદારી ઝીગ્મા એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડની છે. જાેકે ધીમી ગતિની કામગીરીના કારણે રોજેરોજ કચરાનો ઢગલો વધતો જઈ રહ્યો છે. ડમ્પિંગ સાઇટ પર પાછળના ભાગે એકાએક આગ લાગતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. નજીકમાં કચરાના પ્રોસેસનો યુનિટ આવેલું હોવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક કર્મચારીઓએ ડમ્પિંગ સાઇટની પાછળના ભાગે આવેલી નદીમાંથી પાણી ઉલેચીને લાગેલી આગ પર છાંટ્યું હતું. જ્યારે ઉપરના ભાગેથી કચરો પણ આગ પર ઠાલવવામાં આવ્યો હતો.હાલ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. થોડા વર્ષો અગાઉ પણ ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા માટે ત્રણથી ચાર દિવસ જેટલો સમય લાગ્યો હતો.વડોદરા નજીક આવેલા જાંબુઆ ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગતા નાસભાગ મચી હતી. સમગ્ર વડોદરા શહેરનો કચરો અહીં ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. આ કચરામાં એકાએક આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર આવીને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

A-fire-broke-out-in-a-garbage-dump-at-a-dumping-site.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *