Gujarat

વડોદરામાં ઠગ ત્રિપુટીએ ખેડુતના ગળામાંથી સોનાની ચેઈન લઈ ફરાર

વડોદરા
વડોદરા શહેરના હરણી ગામ ખાતે રહેતા રાજેશભાઈ પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ સાંજના સુમારે સમા હરણી લિંક રોડ ઉપર પોતાનું મોપેડ પાર્ક કરી બેઠા હતા. આ દરમિયાન એક કાર તેઓની પાસે ઉભી રહી હતી. કારમાં બેસેલી વ્યક્તિએ ઈશારો કરી રાજેશભાઈને બોલાવી નજીકમાં આશ્રમ ક્યાં છે., તે બાબતે પૂછતાછ કરી હતી. ત્યારબાદ જણાવ્યું હતું કે, આગળ બેસેલા નાગા બાવાના દર્શન કરો. જેથી તેઓએ હાથ જાેડી દર્શન કરતા બાવાએ રુદ્રાક્ષનો મણકો તેમ જ બે રૂપિયાનો સિક્કો તેમના હાથમાં મૂક્યો હતો. અને “તુમ્હારા કલ્યાણ હો જાએ” તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન ગાયબ છે. જેથી તેઓએ પોતાની એકટીવા લઇ મોટનાથ કેનાલ સુધી તેમનો પીછો કર્યો હતો. પરંતુ નિષ્ફળતા સાંપડી હતી. આમ , નાગા બાવાનો વેશ ધારણ કરી આશ્રમનું સરનામું પૂછવાના બહાને ઠગ ત્રિપુટી ૧૭ ગ્રામ વજનની રૂપિયા ૭૦ હજારની કિંમતની સોનાની ચેન પડાવી ફરાર થઈ ગઈ હતી. ખેડૂત રાજેશભાઇની ફરિયાદના આધારે હરણી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. નોધનિય છે કે અગાઉ પણ આવા બનાવો બન્યા છે. પરંતુ સમયાંતરે નાગા બાવાનો વેશ ધારણ કરી ત્રાટકતી ટોળકી પોલીસને હાથ લાગતી નથી. હરણી રોડ ઉપર બનેલા બનાવ અંગે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.વડોદરાના હરણી સમા લિંક રોડ ઉપર આશ્રમનું સરનામું પૂછવાના બહાને નાગાબાવાનો વેશ ધારણ કરી ઠગ ત્રિપુટી આવી હતી. જેણે ખેડૂતના ગળામાંથી રૂપિયા ૭૦ હજારની કિંમતની સોનાની ચેઈન પડાવી ફરાર થઈ જવાનો બનાવ હરણી પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. નોંધનીય છે કે, નાગાબાવાએ રુદ્રાક્ષનો મણકો અને બે રૂપિયાનો સિક્કો આપતા ખેડૂતને જણાવ્યું કે, “તુમ્હારા કલ્યાણ હો જાએગા “..જાે કે બાદમાં છેતરપિંડીની જાણ થતાં ખેડૂતે પોલીસ ફરિયાદ નોધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *