Gujarat

વડોદરામાં તહેવાર બાદ વેક્સિન અન ટેસ્ટિંગમાં લાઈનો લાગી

વડોદરા
વડોદરા શહેરમાં ઉત્તરાયણ તહેવાર પૂરો થતાંની સાથે શરદી, ખાંસી, તાવના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. પરિણામે ખાનગી ક્લિનિકો, અર્બન હેલ્થ સેન્ટરો અને સરકારી હોસ્પિટલોમાં દવા લેવા માટે તેમજ કોરોનાના ટેસ્ટ માટે ધસારો જાેવા મળી રહ્યો છે. ખાનગી ક્લિનિકો અને હોસ્પિટલમાં લોકોના ધસારાને જાેતા લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં કોરોનાના કેસો બેકાબુ વધી જશે.કોરોનાના કેસોમાં થયેલા સતત વધારાને પગલે અત્યાર સુધી વેક્સિન ન લેનાર અને શરદી-ખાંસી જેવી બીમારીનો ભોગ બનેલા લોકોનો વેક્સિનેશન માટે અને કોરોના ટેસ્ટ માટે સવારથી અર્બન હેલ્થ સેન્ટરોમાં ભારે ધસારો રહ્યો હતો. વડોદરા શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરોમાં લોકોની લાંબી કતારો લાગી હતી. વડોદરા શહેરના શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના ડો. અભિષેક રાઠોડે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના બે દિવસ દરમિયાન વેક્સિનેશન અને કોરોના ટેસ્ટની કામગીરી ચાલુ હતી. પરંતુ ઉત્તરાયણના બે દિવસ દરમિયાન વેક્સિનેશન અને કોરોના ટેસ્ટ માટે લોકો આવ્યા ન હતા. પરંતુ, આજે સવારથી વેક્સિનેશન અને કોરોના ટેસ્ટ માટે લોકોનો એકાએક જ ધસારો રહ્યો હતો. મહત્વની બાબત એ છે કે, કોરોનાના વધી રહેલા કેસોના પગલે જે લોકોએ વેક્સિનનો બીજાે ડોઝ લીધો ન હતો. એવા લોકો પણ હવે બીજાે ડોઝ લેવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત શરદી-ખાંસીની ઝપટમાં આવી ગયેલા લોકો પણ કોરોનાના ડરથી રેપિડ ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનનો પૂરતો જથ્થો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગઇકાલે વડોદરા શહેરમાં ૧૨૪૧ જેટલા કેસ નોંધાયા હતા. આ કેસ આવનારા દિવસોમાં બમણાં થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી, ત્યારે વડોદરા શહેર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નિયંત્રણમાં લેવા માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે પણ બેડ, ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ કરી દેવામાં આવી છે.

After-the-landing-there-were-long-lines-for-corona-testing-and-vaccination.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *