વડોદરા
વડોદરા શહેરના તાંલદલજા વિસ્તારમાં રહેતી મહિલાએ પતિ અને સાસરિયા સામે દેહજની માંગણી અને ત્રિપલ તલાકની ધમકી આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેના લગ્ન રાજસ્થાનના ચુરુ જિલ્લાના થેલાસર ખાતે રહેતા અસલમભાઇ યાસીનભાઇ મોમીન સાથે થયા હતાં. લગ્ન થોડા મહિના બાદ પતિએ દહેજની માંગણી શરૂ કરી હતી. પતિ ઘણી જગ્યાએ દેવું કરતો અને તેની ચુકવણી પત્નીના પિતા (સસરા) પાસે કરાવતો હતો. દીયર ઇમરાનને સાઉદી અરબ જવું હતું તે માટે પણ પરિણિતાની પિતા પાસે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ તેમની પાસે રૂપિયા ન હોવાથી ના પાડતા પતિ અને નણંદે પરિણિતા પર ત્રાસ ગુજાર્યો હતો. મારો ભાઇ વિદેશ જશે તો બધાનું જીવન સુધરી જશે. તેથી પરિણિતાના પિતાએ ૫૦ હજાર રૂપિયા જમાઇને આપ્યા હતા. સાસુ-સસરા બિમાર પડ્યા ત્યારે પણ મારા પિતાએ ૨૦ હજાર રૂપિયા આપ્યા હતા. દરમિયાન નણંદે પરિણિતાના સોનાના દાગીના પણ લઇ લીધા છે અને ત્રણ સંતાન સાથે તેને ઘરમાંથી કાઢી મુકી છે. સાથે ત્રિપલ તલાક આપી દેવાની ધમકી પણ આપી છે. હાલ પરિણીતા પોતાના ત્રણ સંતાનોની સ્કૂલ ફી અને દવાનો ખર્ચ ઉપાડી રહી છે.
