વડોદરા
હાલ આઈપીએલનો તહેવાર જાેવા મળે છે લોકો આઈપીએલ મેચ જાેવા અને તેમાં સટ્ટો લગાવવા માટે અવનવી કવાયત કરે છે અને તેમાં વડોદરામાં પીસીબી દ્વારા ૭ કરોડની સુપર માસ્ટર આઇડી પરથી આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા મુખ્ય ઓપરેટરને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં માસ્ટર આઇડી અને યુઝર આઇ.ડીથી સટ્ટો રમતા વડોદરા અને સુરતના ૮૨ લોકોના નામ ખુલ્યા છે. જેમને ઝડપી લેવા માટે પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતી તપાસમાં આરોપી સલમાન ગોલાવાલાનું દુબઇ અને આફ્રિકન દેશો સાથે કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ આ મામલે ઝડપાયેલા આરોપી કલ્પેશ ચોથાભાઇ પટેલ (રહે. શાંતિનિકેતન-૨, વસ્ત્રાલ રીંગ રોડ, અમરાઇવાડી, અમદાવાદ. મૂળ રહે. સથારા ગામ, તા. મહુવા, જીલ્લો ભાવનગર) અને જમીલ એહમદ જલીલભાઇ અંસારી (રહે. મદાર મહોલ્લો, ચાંદની બેકરીની પાસે, યાકુતપુરા, વડોદરા)ની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જેમાં કલ્પેશને ભાવનગર અને જમીલઅહેમદને સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.