Gujarat

વડોદરામાં પોસ્ટવિભાગ અને બેંકના કર્મચારીઓ દ્વારા રેલી કાઢી વિરોધ કરાયો

વડોદરા
રાષ્ટ્રીયકૃત બેંકો અને પોસ્ટલ વિભાગના ખાનગીકરણના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનના એક ફોરમ દ્વારા આજે તારીખ ૨૮ અને આવતીકાલ તારીખ ૨૯ માર્ચ બે દિવસ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે વડોદરા પોસ્ટલ વિભાગના કર્મચારીઓ તેમજ વડોદરાની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા દેખાવો, સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ દ્વારા ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે દેખાવો સૂત્રોચ્ચાર કર્યાં હતા. જ્યારે બેંકોના કર્મચારીઓના યુનિયનનો દ્વારા ગાંધીનગર ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. કર્મચારી યુનિયનો દ્વારા ખાનગી કરણનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના એક ફોરમ દ્વારા તારીખ ૨૮ અને ૨૯ માર્ચના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો, પોસ્ટ વિભાગ, ઈન્કમટેક્ષ વિભાગ, ઇન્સ્યોરન્સ સહિતના કર્મચારી યુનિયનનો દ્વારા ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે જાેડાયા હતા. ૧૦ મધ્યસ્થ મજદૂર કામદાર મંડળો તરફથી બે દિવસ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંધના એલાનમાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન, બેંક એમ્પ્લોઇઝ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા બેક ઓફિસર એસોસિએશન એમ ત્રણ મુખ્ય સંગઠનોના ૮ લાખ કર્મચારીઓ ભારત બંધના એલાનમા જાેડાયા છે. અમારી માંગ બેંકોના ખાનગીકરણનો વિરોધ, જુની પેન્શન યોજના લાગુ કરો સહિતની માંગ છે. પોસ્ટ વિભાગ, બેંકોના કર્મચારીઓ સહિત કેન્દ્રીય ટ્રેક્ટરના કર્મચારીઓ આજે હડતાળ પર રહેતા તમામ સેક્ટરોની સર્વિસ પર અસર પડી હતી. ખાનગીકરણના વિરોધમાં કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા આજે દેખાવો અને રેલીઓનું આયોજન કરતાં શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વડોદરા પોસ્ટલ વિભાગ એસોસિએશન દ્વારા ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે કર્મચારીઓ બેનર્સ, પોસ્ટર્સ અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યાં હતા અને સૂત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. પોસ્ટલ વિભાગના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોર્ટ કર્મચારીઓ જાેડાયા હતા. આ સાથે વડોદરાની રાષ્ટ્રીયકૃત બેંકો પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેક, કેનેરા બેન્ક, બેન્કઓફ ઇન્ડિયા, યુકો બેક, સેન્ટ્રલ બેંક સહિત અનેક બેંકોના કર્મચારીઓ આજે ભારત બંધના એલાનમાં જાેડાયા હતા. વડોદરાની વિવિધ બેંકોના એસોસિએશનના કર્મચારીઓ ગાંધીનગર ગૃહ ખાતે પોસ્ટરો, બેનરો સાથે એકઠા થયા હતા. અને વિશાળ રેલી કાઢી હતી. ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી વિશાળ રેલીએ શહેરના માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. તે સાથે આ રેલીના પગલે ટ્રાફિક વ્યવહાર ઉપર પણ અસર પડી હતી. પોલીસ બંદોબસ્ત સાથે બેંક કર્મચારીઓની ભારે સૂત્રોરચાર સાથે નીકળેલી રેલીમાં જાેડાયેલા કર્મચારીઓએ કેન્દ્ર સરકારની નીતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ટ્રેડ યુનિયનના એક ફોરર્‌ દ્વારા આજે તારીખ ૨૮ માર્ચ અને ૨૯ માર્ચ બે દિવસ ભારત બંધના આપેલા એલાનને પગલે પોસ્ટ, બેંકો તેમજ ઇન્કમટેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ જેવા સેક્ટરોમાં કામગીરી ઠપ થઈ ગઈ હતી. બે દિવસ બેંકો બંધ રહેવાના પગલે અંદાજે રૂપિયા ૨૫ કરોડ થી વધુના વ્યવહારો પર અસર પડશે. પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ દ્વારા પણ બે દિવસના ભારત બંધના એલાનને ટેકો જાહેર કરી આજે દેખાવો કરતા પોસ્ટલ સેવા ઉપર માઠી અસર પહોંચી હતી. પોસ્ટલ વિભાગ દ્વારા માંગણી કરાઈ છે કે નવી પેન્શન યોજના, ખાનગીકરણ, ગોલ્ડ બોન્ડ સહિતની સ્કીમના ટાર્ગેટ માટે સતત કરવામાં આવી રહેલું દબાણ હળવું કરવામાં આવે. તેમજ પોસ્ટ વિભાગમાં નવી ભરતી કરવાની પણ માગણી કરવામાં આવી છે.

Employees-rallied-against-privatization.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *