વડોદરા
વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગર પાછળ પ્રર્ણવાટિકા સોસાયટીમાં રહેતા રાઘવભાઇ હરિભાઇ એમ.એમ.યુનિવર્સિટીમાં ગેસ્ટ લેક્ચરર તરીકે નોકરી કરે છે. તેઓ ગત ૯ એપ્રિલના રોજ ઘરે તાળું મારીને વતન ખેડાના કુંજરા ગામે માતાજીના નિવેદ કરવા માટે ગયા હતા. ત્યાર બાદ ૧૦ એપ્રિલના રોજ તેઓ પરથ ફરતા તેમના ઘરના દરવાજા નકૂચા તૂટેલા હતા અને ઘરમાં રહેલી તિજાેરીના દરવાજા પણ ખુલ્લા હતા. રાઘવભાઇના માતાના વડિલોપાર્જીત ચાંદીના કડા, ચાંદીના છડા અને રોકડ મળી ૪૦ હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. ચાંદીના દાગીના વારસામાં મળેલા હોવાથી તેના બિલ ન હોવાથી તેમણે આ અંગે ચોરીની મોડેથી ફરિયાદ નોંધાવી છે.વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતા એમ.એસ.યુનિવર્સિટીમાં ગેસ્ટ લેક્ચરરના ઘરમાંથી વડીલોપાર્જિત દાગીના ચોરાઇ ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.