Gujarat

વડોદરામાં ફિલ્મ ડાઉનલોડ કરતાં અંગત ડેટા ચોરી ખંડણી માંગવાની મહિને ૧૨૫ ફરિયાદ

વડોદરા
મૂવી ડાઉનલોડ થતાં લિંક સાથે માલવેર વાઇરસ ફોનમાં પ્રવેશે છે. જેની મદદથી યુઝરના કોન્ટેક્ટ, ફોટા અને વીડિયો સહિતના ડેટા હેકર ચોરી લે છે. ત્યારબાદ યુઝર પાસે નાણાંની માગ કરે છે. સાઇબર એક્સપર્ટ અર્જુન શર્માના મતે ગુજરાતમાં મહિને ૬૦૦થી વધુ લોકોના ડેટા ચોરી થાય છે. જેમાં વડોદરામાં મહિને ૧૨૫થી વધુ કેસ સામે આવે છે.શહેરની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઈન મૂવી જાેતો અને ડાઉનલોડ કરતો હતો. તેણે તેના ફોટા અને જરૂરી દસ્તાવેજાે થર્ડ પાર્ટી લોકર એપ્લિકેશનમાં મૂકેલા હતા. તેણે પણ ૧૦ દિવસ અગાઉ અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો અને ડેટા બદલ રૂા. ૧.૨૫ લાખની માગ કરી હતી. સાઇબર એક્સપર્ટે તેના મોબાઇલમાંથી માલવેર વાઇરસને દૂર કર્યા હતા.ગોત્રીના એક યુગલે તેમની અંગત પળોના ફોટા-વીડિયો ફોનમાં રાખ્યા હતા. તેઓ મોડી રાતે ઓનલાઈન મૂવી પણ જાેતાં અને ડાઉનલોડ કરતાં હતાં. એક સપ્તાહ પહેલાં તેઓને અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં યુગલના અંગત પળોના ફોટા-વીડિયો તેની પાસે હોવાનું કહી ૩ લાખ માગ્યા હતા. યુગલે સાઇબર એક્સપર્ટનો સંપર્ક કરતાં ફોનમાંથી માલવેર વાઇરસ મળ્યો હતો.હાલ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર તેમજ ઓનલાઈન મૂવી જાેનારા અને ડાઉનલોડ કરનારાની સંખ્યામાં વધારો થયો છે. જાેકે ઓથેન્ટિક સબસ્ક્રાઈબરની જગ્યાએ અન્ય વેબસાઈટ કે પ્લેટફોર્મ પરથી મૂવી જાેનારા તેમજ ડાઉનલોડ કરનારા યુઝરના ડેટા ચોરી થતા હોવાની વિગતો સપાટી પર આવી છે.

Be-careful-before-downloading-movie-online.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *