Gujarat

વડોદરામાં બે વિસ્તારમાં આગ લાગવાના બનાવ સામે આવ્યા

વડોદરા
વડોદરા શહેરના જૂના પાદરા રોડ મનીષા ચોકડી અનમોલ પ્લાઝામાં આવેલી ખમણની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. જ્યારે ચકલી સર્કલ પાસે આવેલ લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આગ ભભૂકી ઉઠી હતી. પાંચ મિનિટના સમયગાળામાં બે સ્થળોએ લાગેલી આગના બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં બંને આગના બનાવો પર કાબૂ મેળવી લીધો હતો. આજે સવારે બનેલા આ બનાવના પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખમણની દુકાન અને લેન્ડમાર્ક બિલ્ડીંગમાં લાગેલી આગ ચોક્કસ કારણસર લાગી હતી. તે જાણવા મળ્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે દિવસથી વધી ગયેલી અસહ્ય ગરમીના કારણે આગના બનાવો બન્યા હોવાનું મનાય છે. અસહ્ય ગરમીના કારણે ઈલેક્ટ્રીક વાયરો ઓગળી જતા હોવાના કારણે વાયરો ઓગળી જતા હવાથી શોર્ટસરકીટ થાય છે. અને તેના કારણે ઉનાળામાં આગના બનાવો બનતા હોય છે. આજે સવારે બનેલા બંને આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો.વડોદરામાં શોર્ટ સર્કિટના કારણે આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે શહેરના જૂના પાદરા રોડ ઉપર ખમણની દુકાન સહિત બે સ્થળોએ આગના બનાવ બન્યા હતા. જાેકે આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. આ બનાવોમાં બે મોટર સાઇકલ બળીને ખાક થઇ ગઇ હતી.

Fire-incidents-at-two-places-in-Vadodara.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *