વડોદરા
વડોદરાના સમા-સાવલી રોડ, જેતલપુર રોડ, અલકાપુરી તેમજ વડોદરા નજીક આવેલા કોયલી ગામ પાસે ગાયની અડફેટે આવી ગયેલી એક બાળકી સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ સમગ્ર શહેરમાંથી શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દરમિયાન મેયર કેયુર રોકડિયાને ગાયોના પ્રશ્નો અંગે પૂછવામાં કાયદાનો અમલ થશે, ત્યારે શહેરને ઢોર મુક્ત કરી શકીશું. મેયરના જવાબ સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મેયરને પુનઃ એક વાર ટકોર કરી જણાવ્યું હતું કે, ગાયોનો પ્રશ્ન વહેલી તકે દૂર કરવામાં આવે. પરિણામે કોર્પોરેશનની ઢોર પાર્ટી અને દબાણ શાખા દ્વારા મોડી સાંજથી શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોને પકડવાનું પુનઃ એકવાર પોલીસ બંદોબસ્ત સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ શાખા અને ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે ગાયો પકડવા માટે નીકળી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં ગાયોની દોડા દોડીના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. માર્ગો પર એક તબક્કે અફરા-તફરીનો પણ માહોલ જાેવા મળ્યો હતો. વડોદરા કોર્પોરેશન દ્વારા ગાયો પકડવાની કરેલી શરૂઆત અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડો. વડોદરાના માર્ગો પર રખડતી ગાયોના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. જે ગંભીર બાબત છે. પરંતુ, તેની સાથે કોર્પોરેશન પણ શહેરીજનોની સુરક્ષા માટે પણ એટલી જ ગંભીર છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા મોડી સાંજથી શહેરના માર્ગો પર રખડતી ગાયો પકડીને ઢોર ડબ્બામાં પુરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયોનો પ્રશ્ન હલ થાય તે માટે સરકાર પણ ગંભીર પણે વિચાર કરી રહી છે.વડોદરામાં તાજેતરમાં જ રસ્તે રઝળતી ગાયોના કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દરમિયાન મેયર દ્વારા ગાયોના પ્રશ્નો અંગે કરેલા આડેધડ નિવેદનો બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મેયરને ફરી એક વાર ગાયો બાબતે ટકોર કરી હતી. જેને પગલે કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયોને પકડવાનું ઘનિષ્ઠ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે, ગાયોનો પ્રશ્ન વોટ બેંક ઉપર અસર કરતો હોવાથી આવનારા વર્ષોમાં પણ માર્ગો ઉપર રખડતી ગાયોનો પ્રશ્ન હલ થાય તેવી કોઈ શક્યતા નથી. પરિણામે શહેરીજનોને રસ્તે રઝળતી ગાયોથી બચવા માટે પોતે જ સાવચેતી રાખીને નીકળવું પડશે.


