વડોદરા
વડોદરામાં પ્રેમી દ્વારા તૃષાની હત્યા તેમજ પૂર્વ પ્રેમી દ્વારા મીરાની ઘાતકી હત્યાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં ફરી એકવાર પૂર્વ પ્રેમી દ્વારા યુવતીને રંઝાડવાની ઘટના સામે આવી છે. વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામમાં રહેતી અવની પટેલ (નામ બદલ્યું છે)એ ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ગત ૧૭ મે ના રોજ હું અને મારી મમ્મી પાદરા ખાતે વિકાસ પટેલ (નામ બદલ્યું છે) સાથે સગાઇ કરવાની હોવાથી ત્યાં જાેવા માટે ગયા હતા. જ્યાંથી પરત ઉંડેરા સ્થિત ઘરે આવી ગયા હતા. ત્યારે જેની સાથે સગાઇ થવાની હતી, તે વિકાસ પટેલનો ફોન આવ્યો હતો કે, જતીન શૈલેષભાઇ ચૌહાણ નામના યુવકે તેને ફોન કરીને ધમકી આપી છે કે, તું અવની સાથે લગ્ન ન કર અને જાે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ. બીજા દિવસે ૧૮ મેના રોજ જતીન ચૌહાણે (રહે. ઉંડેરા ગામ. વડોદરા) અવની પટેલને પણ ફોન કરી ધમકી આપી હતી કે, મેં વિકાસ પટેલને આપણા પ્રેમ સંબંધ વિશે બધુ જણાવી દીધું છે અને જાે તારા માતા-પિતા તારા લગ્ન વિકાસ પટેલ સાથે કરાવશે તો હું જાનથી મારી નાખીશ અને તારા માતા-પિતાને તેમની ઔકાત બતાવી દઇશ તેમ કહી અપશબ્દો પણ કહ્યા હતા. જેથી આ અંગે માઠુ લાગતા અવની પટેલે ઘરમાં પડેલા એસિડની બોટલમાંથી બે-ત્રણ ઘૂંટડા એસિડ પી લીધું હતું. ત્યારબાદ શરીરમાં પીડા થતાં તેણે તેની માતાને એસિડ પીધાની જાણ કરતા અવનીને પહેલા ઉંડેરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ ૧૯ મેના રોજ વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીના નિવેદનના આધારે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક જતીન ચૌહાણ સામે પોલીસે કલમ આઈપીસીની કલમ ૫૦૪ અને ૫૦૭ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરા ગામમાં એક યુવતીને તેના પૂર્વ પ્રેમીએ અન્ય યુવક સાથે સગાઇ નહીં કરવા ધમકી આપી હતી. જેથી યુવતીને માઠુ લાગતા તેણે એસિડ પી લીધુ હતું. યુવતીને ગંભીર હાલતમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.