વડોદરા
વડોદરાના ફતેગંજ બ્રીજ નીચે એમ.એસ.યુનિવર્સિટીની બે સોશિયલ વર્ક ફેકલ્ટીના ગેટ પાસે બે વિદ્યાર્થિનીઓને સરનામું પૂછવાના બહારે પોતાના મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવી એક બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો. જે અંગે પોલીસે ફરિયાદી બની ૧૨૫ જેટલા શંકાસ્પદ બાઇકની તપાસ કરી હતી. જેમાંથી વિદ્યાર્થીનીઓ સાથે બિભત્સ વર્તન કરી ફરાર થઇ જનાર તુષાર દિલિપભાઇ ખત્રી નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. પૂછપરછમાં તેણે વિદ્યાર્થીનીઓ સાથે આવું બિભત્સ વર્તન કર્યાનું કબૂલ્યું છે. ગત ૨૦ જૂનના એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી ૨ વિદ્યાર્થિની સેફ્રોન કોમ્પ્લેક્સ તરફના રોડ પર ચાલતા જઇ રહી હતી, ત્યારે બાઇક પર આવેલા ૨ રોમિયોએ મોબાઇલમાં બિભત્સ ક્લિપ બતાવી છેડતી કરી હતી. ડઘાઈ ગયેલી યુવતી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી ત્યારે પોલીસે કહ્યું, આ રોડ પર સીસીટીવી નથી, એટલે કાયર્વાહી નહીં થાય, મેટર બંધ કરવી પડશે. રોમિયોની છેડતી અને પોલીસના ઉદ્ધત જવાબથી આઘાત પામેલી વિદ્યાર્થિનીઓ આખરે પરત ફરી હતી. હું મ.સ.યુનિ.ની હોસ્ટેલમાં રહું છું. ૧૯ જૂને સાંજે મારી સહેલી સાથે ચાલતાં જમવા માટે નજીકની રેસ્ટોરાંમાં જઈ રહી હતી. ત્યારે યુવક અમારી બાજુમાં આવીને કંઇક બોલ્યો હતો, જેને અવગણીને અમે આગળ ચાલવા લાગ્યાં હતાં. જાેકે યુવકે ફરી અમારી પાસે આવીને તેના મોબાઇલમાં પોર્ન વીડિયો ચાલુ કરીને અમને બતાવવા લાગ્યો હતો. મેં તેને આંખ બતાવી જતાં રહેવા કહ્યું હતું, પરંતુ તે ત્યાં જ ઊભો રહ્યો હતો, એટલે અમે ચાલવા માંડ્યાં, ફરી તે આવીને વીડિયો જાેવાની ફરજ પાડવા લાગ્યો હતો. જેથી મારી સહેલીએ મોબાઇલમાં યુવકનો ફોટો પાડવાનો પ્રયાસ કરતાં ભાગી ગયો હતો. નજીકમાં ઊભેલા પોલીસકર્મચારી પાસે જઇ ઘટના અંગે જાણ કરી તો રિક્ષામાં બેસાડીને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં હાજર પોલીસકર્મીએ ગુટકા ચાવતાં ચાવતાં કહ્યું કે તમારે… છોકરીઓને આ જ તકલીફ છે, તમારી જાતની સુરક્ષા ખુદ કરી શકતા નથી. જેથી મેં કહ્યું કે એટલે જ અમે ફરિયાદ કરવા આવ્યાં છીએ. અમારી અરજી લઇ એક દિવસ બાદ બોલાવી અમને કહેવાયું હતું કે આ વિસ્તારમાં સીસીટીવી ન હોવાથી કાયર્વાહી નહીં થઇ શકે હું અને મારી મિત્ર ૨૦ જૂને બપોરે બીબીએ ફેકલ્ટીમાં કામ અર્થે જઇ રહ્યાં હતાં. ત્યારે ૩૦થી ૩૨ વર્ષનો યુવક બાઇક પર અમારી પાસે આવીને ઊભો રહ્યો હતો. યુવકે સમા વિસ્તાર કહા પે હૈ એમ પૂછતાં અમે ખબર નથી એમ કહી ચાલવા માંડ્યું હતું. ત્યારે ફરી યુવક આવ્યો અને તેના મોબાઇલ ફોનમાં પોર્ન ક્લિપ ચાલુ કરી અમને બતાવીને પૂછ્યું હતું કે આ ખબર છે શું છે, જેથી હું અને મારી મિત્ર ત્યાંથી ભાગ્યાં હતાં. ત્યાર બાદ અમે ફરિયાદ કરવા ફતેગંજ પોલીસ સ્ટેશન જતાં ‘રોડની કઇ બાજુ ચાલતાં હતાં’ એવા અટપટા સવાલો પૂછી સયાજીગંજ મોકલી આપ્યા હતા. ત્યાં ગયાં તો ફરી એ જ રામાયણ થઇ, આખરે શી ટીમ સાથે અમને ફતેગંજ પોલીસ સ્ટેશન મોકલતાં અરજી આપી હતી. થોડા દિવસ બાદ પોલીસે બોલાવી કહ્યું હતું કે સીસીટીવીમાં યુવક દેખાતો નથી, તમે નિવેદન લખાવી દો, અમે તપાસ બંધ કરીએ.શહેરના ફતેગંજ વિસ્તારમાં રસ્તે જતી એમ.એસ.યુનિવર્સિટી (સ્જીેં)ની વિદ્યાર્થિનીઓને સરનામું પૂછવાના બહાને મોબાઇલમાં બીભત્સ ક્લિપ બતાવી બાઇક પર ફરાર થઇ જનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે.

