Gujarat

વડોદરામાં ૩ વર્ષમાં ૮૬૬૦૬ મોતીયાના ઓપરેશન કરાયા

વડોદરા
રાષ્ટ્રિય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ એ સતત ચાલતો કાર્યક્રમ છે જેના હેઠળ મોતિયાની તપાસ,શસ્ત્રક્રિયા અને દૃષ્ટિ ખામી નિયંત્રણની અવિરત કામગીરી રાજ્યનું આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૮૬૬૦૬ મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. આ વર્ષે પહેલીવાર ઘેર ઘેર ફરીને આંખની તપાસ અને મોતિયાની ઓળખનું અભિયાન હાથ ધરાયું છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે હાલમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ૧૦૬૧૨ જેટલાં લોકો મોતિયાને લીધે પૂર્ણ કે આંશિક અંધાપો ભોગવતા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.રાજ્યના મુખ્ય મંત્રીની પ્રેરણા થી હાથ ધરવામાં આવેલા અભિયાન હેઠળ મે ૨૦૨૨ સુધીમાં આ તમામ લોકોની મોતિયા ની જરૂરી સર્જરી કરી, નેત્રમણી બેસાડી મોતિયાજન્ય અંધાપો મુક્ત વડોદરા જિલ્લો નો સંકલ્પ સાકાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર પાસે ઉપલબ્ધ વિગતો અનુસાર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મોતિયાની ૮૦૬૦૬ શસ્ત્રક્રિયાઓ કરીને અંધાપાનું નિવારણ કરવામાં આવ્યું છે.મળતી વિગતો પ્રમાણે વર્ષ ૨૦૧૯ -૨૦માં ૩૮૫૬, ૨૦૨૦ – ૨૧ માં ૧૫૬૩૬ અને ૨૦૨૧-૨૨માં અત્યાર સુધી ૨૬૪૦૧ મોતિયા સર્જરી કરવામાં આવી છે અને અંધાપામુકત વડોદરા જિલ્લા માટે હવે વધુ ૧૦૬૧૨ સર્જરી કરવાનું આયોજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *