છોટાઉદેપુર
વડોદરાથી છોટાઉદેપુર ૧૦૦ કિમીની રેલવે લાઈન ઉપર ઇલેક્ટ્રિક લાઈનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ છોટાઉદેપુરથી ૫૦ કિમી સુધીના અલીરાજપુરનો રૂટ લાંબો હોઇ તેની કામગીરી હાલ ગોકળ ગતિએ ચાલુ છે. જેમાં ૧ વર્ષ જેવો વિલંબ થઈ શકે છે તેમ લાગી રહ્યું છે. જાે વહેલી તકે બંને રાજ્યોને જાેડતી રેલવેની ઇલેક્ટ્રિક લાઈનની કામગીરી પૂર્ણ થઈ જાય તો રોજના ૭૦૦૦ મુસાફરોને સસ્તા ભાડા-સલામત મુસાફરીનો લાભ મળે તેમ છે. રેલવે શરૂ કરવા અર્થે મેં રેલવે ડીઆરએમને ઘણીવાર ફોન કરી રજૂઆત પણ કરી છે. વડોદરાથી છોટાઉદેપુર ઇલેક્ટ્રિક લાઈનનું કામ પણ પૂરું થઈ ગયું છે. પરંતુ ટ્રેન શરૂ કરતાં નથી. પ્રજાને મુસાફરી અર્થે ખૂબ તકલીફ પડી રહી છે. જે અંગે રેલવે ડીઆરએમએ ફેબ્રુઆરી માસ સુધીમાં ટ્રેન શરૂ કરી દેવાની હૈયા ધારણ આપી હતી. રેલવે લાઈનો બંધ રહેવાથી રેલવે સ્ટેશનો ઉપર પડેલ રેલવેનો સમાન, લાઈટ, પંખા, ચોરાઈ જવાનો ડર રહેલો છે. સુમસામ સ્ટેશનો ઉપર પડેલો રેલવે ખાતાનો સામાન ચોરાઈ જશે તો જવાબદારી કોની એ પ્રશ્ન છે. રેલવે તંત્ર આ અંગે વિચારણા કરી ઝડપથી ટ્રેન શરૂ કરવા અંગે ર્નિણય લે એ ખૂબ જરૂરી છે.વડોદરા પ્રતાપ નગરથી છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશના અલીરાજપુરને જાેડતી બ્રોડગેજ રેલવે ટ્રેન છેલ્લા ૨ વર્ષ જેવા સમયથી બંધ પડી છે. ૨૨ માર્ચ ૨૦૨૦ લોકડાઉન સમયથી બંધ પડેલી રેલવે આજદિન સુધી શરૂ કરવામાં નહિ આવતા રેલવેમાં જે મુસાફરી કરતા હતા તે યાત્રીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રેલવે ટ્રેન પુનઃ શરૂ કરવા પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે. વડોદરા પ્રતાપ નગર સ્ટેશનથી ઉપડતી રેલવે ટ્રેન વડોદરા જિલ્લા તથા છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના યાત્રીઓને મુસાફરી અર્થે ભારે સુવિધા પૂરી પાડતી હતી. જેમાં ૪ વખત વડોદરાથી છોટાઉદેપુર આવતી અને ૪ વખત છોટાઉદેપુરથી વડોદરાના રૂટ ચાલતા હતા. જેમાંથી એક રૂટ મધ્યપ્રદેશનો ચાલતો હતો. સરકારને પણ આનાથી રોજની ભાડાની આવક અંદાજિત ૭૦થી ૮૦ હજાર રૂપિયા થતી હતી. જે પણ હાલ બંધ છે. અને રેલવેના પાટા ધૂળ ખાઈ રહ્યા છે. વડોદરાથી છોટાઉદેપુર – અલીરાજપુરને જાેડતી રેલવેના કારણે ગુજરાત અને મધ્યપ્રદેશ બન્ને રાજ્યોના વ્યાપાર તથા રોજગારીમાં પણ સકારાત્મક ફેરફાર જાેવા મળતા હતા. પરંતુ ૨ માસ જેવા સમયથી ટ્રેન બંધ રહેતા ફરી યાત્રીઓની હાલત કફોડી બની છે. ખાનગી વાહનોમાં ડબલ ભાડા ચૂકવવા પડે અને ક્ષમતા કરતા વધારે પેસેન્જર ભરવાથી ખાનગી મુસાફર વાહતુક વાહનોમાં બેસવા અર્થ પણ પ્રજાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા – છોટાઉદેપુર રેલવે લાઈન ઉપર ઇલેક્ટ્રિક લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ રેલવે પુનઃ શરૂ કરવા રેલવે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જે નવાઈ ભરી વાત છે. પ્રજાને સસ્તી મુસાફરી અર્થે રેલવે એ ઉત્તમ માધ્યમ છે પરંતુ રેલવે બંધ ખાનગી વાહનોમાં સફર કર્યા વગર અને ડબલ ભાડું ચૂકવ્યા વગર પ્રજાને છૂટકો નથી. જિલ્લાની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ, શિક્ષકો, પ્રોફેસરો, સરકારી કચેરીઓમાં કામ અર્થે વડા મથક ખાતે અવારનવાર આવતી પ્રજાને રેલવે બંધ રહેતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ખાનગી વાહનો દ્વારા બેફામ ભાડા વસુલ કરવામાં આવે છે. જ્યારે સરકારી એસટીના રૂટ મર્યાદિત હોય સમયનો અભાવ કોરોના ગાઈડલાઈનના કારણે મર્યાદિત મુસાફરો બેસાડતા પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.


