Gujarat

વડોદરા પોલીસને જાણ કર્યા વિના વિદેશીને હોટલમાં નોકરી આપતા માલિક પર ગુનો દાખલ

વડોદરા
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. દેસાઇ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ન્યુ વીઆઈપી રોડ પર આવેલ હોટલ ટેલિકોસમાં ચેકિંગ કર્યું હતું. જે સમયે એક કર્મચારી હોટલમાં હાજર હતો અને તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ક્રિષ્નાકુમાર ફિરણ મલેક હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે નેપાળના ધનુસા જિલ્લાના ગોઠકોયલપુરનો વતની હોવાનું કહ્યું હતું. હોટલનો કર્મચારી વિદેશી હોવાથી તે અંગે પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતા હોટલ માલિક ગૌતમ સુનિલકુમાર દાસ (રહે.અભિલાષા ચાર રસ્તા, વડોદરા) સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી એક હોટલમાં વિદેશી વ્યક્તિને નોકરીએ રાખ્યા છતાં પોલીસને જાણ નહીં કરવા મામલે કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.

Karelibagh-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *