Gujarat

વણીયાદ્રી નેશનલ હાઇવે પર એક ટ્રકમાં અચાનક આગ લાગતાં ભડભડ સળગી, ડ્રાઈવરનો થયો બચાવ

છોટા ઉદેયપુર
બોડેલીના વણીયાદ્રી પાસે નેશનલ હાઇવે ૫૬ ઉપર રાત્રે અચાનક એક ટ્રકમાં લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. ટ્રકમાં આગ લાગતાં ડ્રાઈવર ક્લીનર સમયસૂચકતા વાપરીને ટ્રકમાંથી નીચે ઉતરી જતાં તેઓનો આબાદ બચાવ થયો હતો. નસવાડીથી બોડેલી તરફ આવી રહેલી સુરત પાસિંગની એક ટ્રકમાં નેશનલ હાઇવે ૫૬ ઉપર વણીયાદ્રી પાસે આવતા ટ્રકમાં શોટ સર્કિટ થયું હતું. જેને લઇને આગ લાગી હતી. આગ લાગતાં જ ટ્રકના ડ્રાઈવર ક્લીનર સમય સૂચકતા વાપરીને ટ્રકમાંથી ઉતરી ગયા હતા. અને જાેત જાેતામાં ટ્રક આગમાં ભળાજે બળી રહી હતી. ટ્રકમાં આગ લાગતાં રાહદારીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરતા બોડેલીથી ફાયર ફાઇટર આવતા જ આગ બુઝાવની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આગમાં આખેઆખી ટ્રક સ્વાહા થઈ ગઈ હતી. આ ટ્રકના ડ્રાઈવર ક્લીનર સમય સૂચકતા વાપરીને ટ્રકમાંથી ઉતરી જતાં તેઓ બન્નેનો આબાદ બચાવ થયો હતો.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *