Gujarat

વરસાદી માહોલમાં મેઘધનુષનું નિર્માણ થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સૌંદર્યમાં અદભૂત નજારો સર્જાયો

નર્મદા
સાતપુડા અને વિધ્યાંચલની ગીરીકંદરાઓ વચ્ચે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે આવા સુંદર વાતાવરણમાં વરસાદી ઝાપટા પડ્યા બાદ વરસાદના વિરામ બાદ અચાનક મેઘધનુષ્ય દેખાતાં પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું. જાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુદરતે શણગાર સજ્યો હોય તેમ સુંદર દ્રશ્યો ૨થી ત્રણ મિનિટ માટે લોકોને જાેવા મળ્યા હતા. હાલમાં ૧૫મી ઓગષ્ટને લઈને તિરંગાનો માહોલ આખા દેશમાં છવાયો છે. સાથે હરઘર તિરંગા અભિયાન જેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ જાેવા મળ્યો હતો. જાણે કુદરતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મેઘ ધનુષ્યની રચના કરી હતી અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ.આપી હોય એવું જાેવા મળ્યું હતું.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *