આજે વિધાનસભાની મતગણતરી હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટો ઉલટ ફેર જોવા મળ્યો હતો
છોટા ઉદેપુર ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટી એવા જિલ્લો આદિવાસી વિસ્તાર તરીકે ગણાય છે .જેમાં વર્ષોથી પરંપરાગત રીતે કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ રહેલું છે. આ વિસ્તારમાં સૌથી વધુ બેઠકો કોંગ્રેસ પક્ષને મળતી આવી છે, જ્યારે હાલ માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ 2022 માં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણ વચ્ચે ખરાખરી નો જંગ હતો જેમાં 2017 કરતાં વધુ બેઠકો ઉપર કોંગ્રેસનો રકાસ થતાં ભાજપ સૌથી વધુ મજબૂતાઈથી અને સૌથી વધુ મત મેળવીને ભાજપે જીત હાંસિલ કરેલી છે, જેમાં છુટા ઉદયપુર 137 બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવા ના સુપુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ચૂંટાઈ આવેલ છે, જ્યારે પાવી જેતપુર 138 વિધાનસભા બેઠક પર જયંતીભાઈ રાઠવા અને સંખેડા 139 બેઠક ઉપર ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી એ જીત મેળવી છે પૂર્વ પટ્ટી ની તમામ બેઠકો ઉપર સરેરાશ ભાજપ દ્વારા મેળવેલ જીતને ભાજપના કાર્યકરો એ વધાવી લીધી છે છોટા ઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો છોટાઉદેપુર, સંખેડા અને પાવી જેતપુર આ ત્રણેય બેઠકો પૈકી ગત ચૂંટણીમાં પાવી જેતપુર અને છોટાઉદેપુર બેઠકો કોંગ્રેસ પાસે હતી. પરંતુ ,ઉમેદવારો અને પરિબળો બદલાતા છોટા ઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠકો ભાજપ એ કબજે કરી છે અને જીત મેળવી છોટાઉદેપુર જિલ્લાની ત્રણે ત્રણ સીટો પર ભાજપનો કબજો થતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


