Gujarat

વલસાડના આદિવાસીઓને શાળામાં પોતાના અધિકારથી વાકેફ કરવાનો પ્રયાસ

વલસાડ
આદિવાસીઓ પોતાના હકકો માટે જાગૃત થાય અને ભારતીય બંધારણમાં આદિવાસીઓ સમુદાયને આપવામાં આવેલા અધિકારોથી આદિવાસી પેઢી અવગત થાય તે હેતુથી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી બંધારણ ભણાવવામાં આવી રહ્યુ છે. મોટી ઢોલડુંગરી ગ્રા.પં.એ રૂઢિગત ગ્રામસભામાં આ અંગે ઠરાવ કર્યો હતો. સંપૂર્ણ બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર તાલુકાના અન્ય શાળાઓમાં પણ હવે આ પ્રયત્નો હાથ ધરાશે. તેની હાલમાં ઉંમર ૩૩ વર્ષની છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં આદિવાસી હક્કો માટે સમુદાયને કેટલા બધા અધિકારો આપ્યા છે અને અનેક લાભકારી કાયદાઓ બનાવ્યા છે, તેની આજદિન સુધી તેને જાણકારી જ નહતી. ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ તેને આ અધિકારોની જાણ થઇ. આદિવાસીની હવે પછીની પેઢી અત્યારથી જ તેમને બંધારણમાં મળેલા અધિકારો અને પોતાના હક્કો પ્રત્યે જાગૃત થાય અને તેઓને સંપૂર્ણ જાણકારી મળી રહે તે હેતુથી મોટી ઢોલડુંગરી ગા. પં.એ તા.૧૪ માર્ચ ૨૦૨૧ના રોજ રૂઢિગત ગ્રામસભામાં ઠરાવ કર્યો હતો. મોટી ઢોલડુંગરી પ્રા.શાળામાં ધો.૧ થી ૮માં ભણતા તમામ બાળકોને અઠવાડિયામાં એક દિવસ, એક કલાક ભારતીય બંધારણ ભણાવવામાં આવે. જે બાદથી શાળામાં બંધારણ ભણાવવાનું શરૂ કરાયુ હતું. હાલ બાળકો બંધારણ વિશે અભ્યાસ કરે છે. આ બાદ આ વિસ્ય પર ૧૦ જેટલા ગામોમાં ઠરાવ કરીને બંધારણના અભ્યાસ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાનાં બાળકોને બંધારણ ભણાવવાનો નવતર પ્રયોગ કરાયો છે. આદિવાસી પેઢીને અધિકારોથી વાકેફ કરવા મોટી ઢોલડુંગરી ગ્રામસભાએ ઠરાવ કર્યો હતો અને હાલ એ ભણતર શાળામાં અપાઇ રહ્યું છે.

Remember-Just-Sacrifice-program-was-organized-by-Vidyarthi-Parishad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *