Gujarat

વલસાડમાં આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત

વલસાડ
હાલ ઉનાળાની આકરી ગરમી વચ્ચે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. ત્યારે વલસાડમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વલસાડમાં ગયા પણ ધોધમાર વરસાડ પડ્યો હતો. ગયા જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જાેવા મળ્યો હતો. વલસાડ શહેરમાં સંભવિત વાવાઝોડાની અસર જાેવા મળી હતી, જ્યારે પવન ફૂંકાયો હતો, જેને લઈ આરપીએફ ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજલાઈન પર ડાળી પડતાં આજુબાજુના ૪ વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. જેથી વીજપ્રવાહ ખોરવાતાં આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાયો હતો. મહત્વનું છે કે, આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે વસસાડ જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *