આપ સાહેબશ્રીને નેશનલ પ્રેસ એસોસિએશન અમરેલી અને રાજુલાના પત્રકારો ની રજૂઆત છે,કે આપના માધ્યમ દ્વારા સરકાર સમક્ષ અમારી માંગ અને વ્યથા રજૂ કરવા ની જરૂર પડી છે.
હાલમાં જ દક્ષિણ ગુજરાતના વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર “દક્ષિણ ગુજરાત વર્તમાન” માં દારૂની હેરાફેરી બાબતે વહીવટદારોએ બુટલેગરો સાથે સેટિંગ કરી લીધું ” ના શીર્ષક સાથે એક સમાચાર પ્રકાશિત થયા બાદ
પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાત વર્તમાન સમાચાર પત્ર ના તંત્રી શ્રી પુણ્યપાલ શાહ અને તેમના પરિવારના સભ્યો સામે ગુનાઓ દાખલ કરી તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત સમાચાર લખવા અંગે કોઈ રીતે સંકળાયેલા નથી તેઓ શ્રી પુણ્યપાલના કાકા શ્રી અનિલભાઇ શાહ અને શ્રી જયંતિભાઇ શાહ સામે પણ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે સદર્ભે પત્રકારો ઉપર થતાં હુમલા,પત્રકાર ઉપર થતી ખોટી ફરિયાદો કે પ્રમાણિક પત્રકારત્વ ઉપર સત્તા અને તંત્ર ની જોહુકમી ચોથી જાગીર માટે ખૂબ મોટો પડકાર બન્યો છે, ત્યારે હવે ગુજરાત ના પત્રકારો સંગઠિત થઈ ચૂક્યા છે
ઉચ્ચ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તો પત્રકાર સામે નોંધયેલ ખોટી ફરિયાદ નું સત્ય બહાર આવે. કર્તાવ્યનિષ્ઠ પત્રકારો ની ફરજ માં પ્રશાશનની દખલગીરી ક્યારેય ચલાવી લેવાય નહીં તે બાબતે આપ શ્રી સરકાર સમક્ષ અમારા પત્રકારો વિરુદ્ધ ચાલતા ખોટા ષડયંત્ર ને ખુલ્લુ કરવા સરકાર સમક્ષ અમારી રજૂઆત પહોંચાડી સત્ય બહાર લાવવા કોઈ ઉચ્ચ અધિકારી મારફત તપાસ કરાવામાં આવે કારણકે વલસાડ પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે જે ક્યારે ચલાવી લેવાય નહિ
વારે વારે પ્રેસ મીડિયા ઉપર માત્ર બૂટલેગરો ને બચાવવા સત્તાનો દુરુપયોગ કરનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવે તેમજ આ તપાસનો નિષ્કર્ષ ન આવે ત્યાં સુધી તમામ પત્રકારોને મુક્ત કરવામાં આવે એવી અમારી માંગણી અને રજુઆત છે. નેશનલ પ્રેસ એસોસીએસન અમરેલી ,રાજુલા
રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી


