Gujarat

વલસાડ પોલીસે દારૂની ૨૨૨ પેટી સાથે ૧ શખ્સને ઝડપી પાડ્યો

વલસાડ
ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને શહેરમાં દારૂ બંધીની કડક અમલવારી કરાવવા વલસાડ સીટી પોલીસ સતર્ક બની છે. વલસાડ સીટી પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો ન. સ્ૐ-૪૮-્‌-૪૫૪૧માં સેલવાસથી દારૂનો જથ્થો ભરી તેના ઉપર પુટ્ટી પાવડર રાખી ચાલક અને અન્ય એક ઈસમ દારૂનો જથ્થો વડોદરા તરફ લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ સીટી પોલીસના જવાનોએ ધરમપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ધરમપુર ચોકડી પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પાનો સાઈડ ઉપર અટકાવવાનો ઈશારો કર્યો હતો. ટેમ્પો ચાલકે ટેમ્પો હાઈવેની સાઈડ ઉપર અટકાવતા ટેમ્પામાં બેસેલો અન્ય ઈસમ ટેમ્પોમાંથી ઉતરી ભાગી ગયો હતો. વલસાડ પોલીસના જવાનોએ પીછો કરતા આરોપી હાથ લાગ્યો ન હતો. ટેમ્પામાં ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે ટેમ્પામાં ચેક કરતા ટેમ્પામાંથી સફેદ પુટ્ટી પાવડરની ૧૧૨ બેગ નીચે ૨૨૨ પેટીમાંથી ૨,૯૦૪ બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ સીટી પોલીસે ૨,૯૦૪ બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. ૧૩.૬૨ લાખનો દારૂનો જથ્થા સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો ટેમ્પો, ૧ મોબાઈલ અને ૧૧૨ પેકેટ પુટ્ટી પાવડર મળી કુલ ૧૮.૬૭ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક અજીત નાગેશ્વર યાદવને ઝડપી પ્રાથમિક પૂછપરછ કરતા સેલવાસથી દારૂનો જથ્થો વડોદરા આપવાનો આ હોવાનું જણાવ્યું હતું. અને સાથે એક ઇસમને સેલવાસથી મોકલાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ૩ ઇસમોને વોન્ટેડ જાહેર કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસે એક ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પમાંથી પુટ્ટી પાવડરની આડમાં વડોદરા તરફ લઈ જવાતો ૨,૯૦૪ બોટલ દારૂનો જથ્થો જેની કિંમત ૧૩.૬૨ લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે ૩ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Valsad-City-Police.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *