વલસાડ
૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ દેશના ઘણા રેલવે સ્ટેશન ઉપર ૧૦૦ ફૂટથી વધુ ઊંચાઇએ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાની પરમીશન આપવામાં આવી હતી. જેમાં વલસાડ રેલવે સ્ટેશન ઉપર પણ ૧૦૦ ફૂટની ઊંચાઈએ લહેરાવવા માટે છૂટ આપવામાં આવી હતી. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ વલસાડના એઆરએમ અનુ ત્યાગીના હસ્તે ૧૦૦ ફૂટથી વધુ ઊંચાઇએ રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો અને વલસાડની શાનમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો હતો. ગણતરીના મહિનાઓમાં આ રાષ્ટ્રધ્વજનો કલર ઉડી જતાં અને રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં લહેરાતો જાેતા દેશભક્તોની લાગણીઓ દુભાઈ હતી. જેના બાદ રેલવે વિભાગને યાત્રીઓએ ઘટનાની જાણ કરતાં તાત્કાલિક ભારતનો ફ્લેગ ૧૮મી એપ્રિલના રોજ માનભેર ઉતારી લેવામાં આવ્યો હતો અને નવો ફ્લેગ મંગાવવામાં આવ્યો હતો. ૨૦ દિવસ બાદ વલસાડ રેલવે વિભાવ પાસે નવો ફ્લેગ આવતાં રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રેલવે સ્ટેશન ખાતે માનભેર ભારતના તિરંગાને ફરી લહેરાવવામાં આવ્યો હતો. જેના લીધે વલસાડ રેલવે સ્ટેશનની રોનક પરત આવી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.વલસાડ રેલવે સ્ટેશન સહિત રાજ્યના ઘણા રેલવે સ્ટેશન ઉપર ૨૪ કલાક ભારતનો ફ્લેગ લહેરાવવાની પરમિશન મેળવ્યા બાદ ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ વલસાડ એઆરએમના હસ્તે વલસાડ રેલવે સ્ટેશન બહાર ૧૦૦ ફૂટની ઊંચાઈએ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો. જેમાં ગત ૧૮ એપ્રિલના રોજ વલસાડ રેલવે સ્ટેશન ખાતે યાત્રીઓ ફ્લેગ ફાટી ગયેલી હાલતમાં જાેઈ જતાં તેમણે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. રેલવેના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાટી ગયેલો ફ્લેગ માન સાથે ઉતારી લીધો હતો. જેના ૨૦ દિવસ બાદ રેલવે વિભાગે નવો ફ્લેગ લહેરાવતાં વલસાડ રેલવે સ્ટેશનની ખોવાયેલી રોનક પરત આવી હોવાનું રેલવેના કર્મચારીઓ, જીઆરપી અને આરપીએફના જવાનો, રેલ યાત્રીઓ અને રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું.
