Gujarat

વહાલી દીકરી યોજનાથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થાય છે -લાભાર્થી ફરીદભાઈ ચૌહાણ

રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનાથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થાય છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટેનો આર્થિક ભાર હળવો થાય છે.

   ફરીદભાઈ કહે છે કે, દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા માટે ધોરણ-૧માં પ્રવેશે ત્યારે રાજ્ય સરકાર તરફથી રૂ.૪૦૦૦ અને ધોરણ-૯માં પ્રવેશે ત્યારે પ્રોત્સાહન રૂપે રૂ.૬૦૦૦ની સહાય આપવામાં આવે છે. આમ, રાજ્ય સરકારની આ યોજનાથી દીકરીઓના સર્વાંગી વિકાસનો પણ માર્ગ ખુલે છે.

    જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની  ઉજવણીના પ્રસંગે શ્રી ફરીદભાઈએ આ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *