Gujarat

વાંકાનેરમાં બેફામ કારચાલકે રોડ ક્રોસ કરતાં પ્રૌઢને અડફેટે લીધા,પ્રૌઢનું ઘટનાસ્થળે મોત

મોરબી
વાંકાનેરમાં નવાપરા નજીક બેફામ ગતિએ આવતી કારે રોડ ક્રોસ કરતાં પ્રૌઢને અડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જ્યાં પ્રૌઢનું મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક ફરાર થયો હતો. સમગ્ર મામલે મૃતકની પત્નીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી અનુસાર; મૂળ ઉતરપ્રદેશના વતની ફરિયાદી આશાબેન શર્માએ આરોપી કારચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, તા.૦૬ના રોજ તેમના ૫૦ વર્ષીય પતિ સભાનારાયણ તીલેશ્રવર શર્મા વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર ચાલીને જતાં હતા અને તેઓ રોડ ક્રોસ કરવા જઇ રહ્યાં હતાં. એ સમયે અચાનક આરોપી કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારી રીતે મનુષ્યની જીંદગી જાેખમાય તે રીતે આવીને સભાનારાયણને અડફેટે લીધા હતા. જેને પગલે અકસ્માત સર્જાયો હતો. જ્યાં સભાનારાયણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આરોપી અકસ્માત સર્જી વાંકાનેર તરફ નાસી ગયો હતો. આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *