ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા પોરબંદર રોડ પર કણઝાર હોટલ નજીક રાત્રે દોઢ વાગ્યાના ના સુમારે એક આસામીની વાળીમાં ખુટિયો ઘુસી જતા ઉભા પાકને નુકશાન કરી રહ્યો હોવાનું આસામીને ધ્યાને આવતા અતિવિકૃત માનસિકતા ધરાવતા પોતાની વાડીમાં જેન્તીલાલ વાલજી પરમાર અતિ ક્રોધિત થઈ કુહાડી વડે હુમલો કરી ખુટિયાના બન્ને પગ ભાગી નાખતા લોહી લુહાણ હાલતમાં પડી ગયો હોવાનો બનાવ બહાર આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ જીવદયા પ્રેમીઓને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ સમગ્ર મામલે હુમલો કરનાર જેન્તી પરમારને પકડી લઈ પોલીસને સોંપી દેતા પોલીસે આરોપી વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપી જેન્તી પરમારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ અતિવિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સના આ કૃત્યથી શહેરીજનોએ ભારે આક્રોશ સાથે આ બનાવને વખોડી કાઢયો હતો.