Gujarat

વાપીની ડ્ઢઇૈં ટીમે મુદ્રામાં ૯૦ કરોડો કિંમતની કોસ્મેટિકના કેસમાં મુંબઈથી આરોપીને ઝડપ્યો

વલસાડ
વલસાડ જિલ્લાના વાપી ડીઆરઆઇની ટીમને મળેલી બાતમીના આધારે કચ્છના મુદ્રા પોર્ટ ખાતે ગેરકાયદે રીતે ડુપ્લીકેટ કોસ્મેટિકના જથ્થા પોર્ટમાં લેન્ડિંગ કરવામાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે ડીઆરઆઈ વાપીની ટીમે રેડ કરીને ૯૦ કરોડની અલગ અલગ બ્રાન્ડની કોસ્મેટિક વસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા એક આરોપીને મુંબઇથી ધરપકડ કરી હતી. વાપી ડીઆરઆઈની ટીમે આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોથી મળેલી માહિતી મુજબ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ, વાપીના અધિકારીઓને મળેલી ચોક્ક્‌સ બાતમીના આધારે ડુપ્લીકેટ કોસ્મેટિક ચીજ વસ્તુઓ ઠાલાવવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં સિન્ડિકેટના કિંગપીન નામના મુંબઇના રહેવાસીની મુંબઇથી બુધવારે ધરપકડ કરાઇ હતી. જેણે દાણચોરીમાં આખી સાંઠગાંઠ રચી હતી અને તેનું નેતૃત્વ કર્યું હતું. મૈક, નાર્સ, લોરિયલ, લારા, મર્સિએર, મેબેલિન અને મેટ્રિક્સના બ્રાન્ડેડ સૌંદર્ય પ્રસાધનોની ભારે માત્રામાં ખેપ મારતા આરોપીની ધરપકડ કરાઇ છે. જેની કિંમત એક લાખ રૂપિયાથી વધુ હોઇ શકે છે. હાલ જ મુંદ્રા પોર્ટ પરથી ડીઆરઆઇ દ્વારા ૯૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ડીઆરઆઇએ મુખ્ય સુત્રધાર કિંગપીનને જેએમ કોર્ટ દમણમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવી કસ્ટડીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વધુ કેટલા આરોપીની સંડોવણી હોવાનું આગામી દિવસોમાં બહાર આવશે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *