Gujarat

વાલિયાના પૌરાણિક કમળા માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન, ગરબામાં ખેલૈયા મનમૂકીને રમ્યા

વાલિયા કમળા માતાજી મહોત્સવ સમિતિ દ્વારા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. કમળા માતાજી મહોત્સવ સમિતિના સુરેશ સુણવા, નરેન્દ્ર બારડ સહિતના સભ્યો દ્વારા ગ્રામજનોના સહિયોગથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમા આસો સુદ નવરાત્રિની આઠમ નિમિત્તે કમળા માતાજીના મંદિરે હવન, મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ મહાઆરતીના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયા, કિરણ વસાવા તેમજ ગ્રામજનોએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને આઠમના ગરબે ઝૂમી માતાજીની આરાધનામાં લિન બન્યા હતા.

IMG-20221004-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *