ભરૂચ
ગત તારીખ ૧૦મી મેના રોજ જૂનાગઢ ખાતે રહેતો ટ્રક ચાલક ફારૂક હમીર સુમરા ટ્રક નંબર-જી.જે.૦૩.બી.ડબ્લ્યુ.૭૩૩૪માં મોહિત રોડ લાઇન્સમાંથી રૂ. ૨૬.૪૯ લાખની તાડપત્રી ભરી રાજકોટથી કર્ણાટક ખાતે જવા નીકળ્યો હતો. જે વાલિયા-વાડી માર્ગ ઉપર પસાર થઇ રહ્યો હતો, તે વેળા રાજપરા ગામ નજીક રોડ સાઈડમાં આવતા બાઈક સવારને બચાવવા જતા ટ્રક એક તરફ ખેંચાઈ જઈ પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતગ્રસ્ત ટ્રકમાં રહેલા ૮૨૮ નંગ બંડલ અને ૧૬૫૬ નંગ તાડપત્રી હતી. જેમાંથી ૫૮૮ નંગ બંડલ અને ૧૧૭૬ નંગ તાડપત્રીનો મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૮.૮૧ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વાલિયા-વાડી માર્ગ ઉપર રાજપરા ગામ પાસે રોડ પર તાડપત્રી ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. જ્યાં ટ્રકમાંથી રૂપિયા ૧૮.૮૧ લાખની તાડપત્રીની ચોરી થતાં વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.