Gujarat

વાહન ચોરીના ૧૨ ગુનાના આરોપીને પકડી પાડતી ખેડા એલસીબી

નડિયાદ
ખેડા ચોકડી પાસેથી એક ઈસમ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઈને પસાર થતો હતો જેથી પોલીસને આ ઈસમ પર શંકા પડતા પોલીસે તેને ઉભો રાખી પૂછપરછ હાથ ધરી હતી અને મોટર સાયકલના કાગડો માગ્યા હતા. પોલીસની પૂછપરછમાં શકમંદ ઇસમ નામ સંદિપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા (રહે. હાલ વાસણા બુજર્ગ, વાડીવાળો વિસ્તાર, તા.જી. ખેડા મુળ રહે. સીહોલ, રામજીમંદિર સામે વાટાવાસ, તા. દેત્રોજ જી. અમદાવાદ) નો હોવાનું બહાર આવ્યું હતું. આ મો.સા કિ.રૂપિયા ૨૫ હજાર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા ૩૦ હજારના મુદ્દામાલ સાથે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી. ૧૦૨ મુજબ પકડી અટક કરી હતી. પોલીસની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી હતી કે આ જ મોટરસાયકલ સાત દિવસ અગાઉ નડિયાદ સંતરામ મંદિરપાસેથી ચોરી કરી હતી. આ સંદીપસિંહ રીઢો વાહનચોર હોય બીજી પણ મોટર સાયકલ ચોરી કરી હોવાની શંકાના આધારે પોલીસે આ વાહન ચોરની વધુ પૂછપરછ આ ધરી હતી આ પૂછપરછમાં બીજી કુલ ૧૨ મોટર સાયકલની ચોરી કરેલાનો ઘટસ્ફોટ કરતા ઉપરોક્ત મો.સા. સિવાય કુલ ૧૨ મો.સા. કિ.રૂપિયા ૨ લાખ ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *