Gujarat

વાહન ચોરી કરનાર આરોપીને ૧૧ વાહનો સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઇન્દ્રજીતસિંહ અને લાલુરામ મીણા નામના આરોપીને ચોરીની રીક્ષા સાથે પકડ્યા હતા. ત્યારબાદ આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળીને છેલ્લા ૪ મહિનામાં ૩૮ ઓટો રીક્ષા અને ટુ વ્હીલર વાહનોની ચોરી કરી છે. ચોરી કર્યા બાદ તેઓ સુરત તેમજ હળવદની આજુબાજુમાં વાહનો વહેચી દેતા હતા. આરોપીઓ પાસેથી ૮ રીક્ષા અને ૩ ટુ વ્હીલર એમ કુલ ૧૧ વાહનોને ૪.૭૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ મોજ શોખ માટે જ વાહનો ચોરી કરતા હતા અને વાહનો વહેચી દેતા હતા. આ પ્રકારે જ ચોરી કરનાર સગીર અને તેના સાથી એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી ૨૬ વાહનો રીકવર કર્યા હતા.ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ રીક્ષા ચોરી કરનાર ચોરોને ઝડપ્યા હતા, તે મુજબ રીક્ષા અને ટુ વ્હીલર ચોરી કરતી વધુ એક ગેંગ પકડી છે. આ ગેંગે છેલ્લા ૪ મહિનામાં ૩૮ રીક્ષા અને ટુ વ્હીલરની ચોરી કરી હતી. આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ૧૧ વાહનો પણ કબજે કર્યા છે.

Rickshaw-and-two-wheeler-thieves-caught-2-thieves.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *