વિજયનગર
વિજયનગરના પોળોમાં પ્રવાંસીઓ નાંધસારાને પહોંચી વાળવા માટે શરણેશ્વાર મંદિર નાંપુજારી ભરતભાઈ અને હિરેનભાઈ દ્વારા પ્રવાસીઓ ની સગવડતા માટે જીલ્લા કલેકટર દ્વારા ચાર પૈડાના વાહનોના પોળો માં.પ્રવેશ બંધીનું પાલન કરવા માટે મંદિર સામે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યા પોલીસ લખેલું પાટીયું મારેલી ખાનગી કાર નંબર જીજે ૦૬ ડિક્યું ૪૧૬૬માં આવેલા શખ્સોએ પોતાની કારને પાર્કિંગમાં અડચણરૂપ મૂકતા વ્યવસ્થામાં ઉભેલા યુવાને કાર ચાલકને પોતાની કારને વ્યવસ્થિત રીતે અને બીજા પ્રવાસીઓને નડતર રૂપ નાંબને તે રીતે મૂકવાનું જણાવતા કાર ચાલક ઈસમે યુવાન સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી પોળોમાં ફરવા જતા રહ્યા હતા. જ્યાંથી પરત આવતા મંદિર નાંપુજારી હિરેનભાઈએ કાર ચાલક ઈસમને વ્યવસ્થાપક યુવાન સાથે તકરાર કરવા બાબતે ખુલાસો કરવાનું જણાવતા કાર ચાલકે હિરેન ભાઈ સાથે પાણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી પોતે પોલીસ કર્મી હોવાનું જણાવી રોફ જમાવવા નિંકોશિશ કરતા હિરેનભાઈ એ તે ઈસમ પાસેથી ઓળખકાર્ડ માંગતા તેણે તારે પોલીસ કમિશનર થી માંડી ને આઇજી સુધી જ્યા ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે કોઇ મારું કાઈ નહિ બગાડી શકે તેમ જણાવી પોતાની કાર લાઈને રવાના થઈ ગયો હતો. ઘટનાનો વીડિયો રવિવારે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.વિજયનગરના પોળોમાં પોલીસ કર્મીના નામે દાદાગીરી કરતા ઇસમનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખાનગી ગાડી પર પોલીસનું પાટિયું મારી પાર્કિંગ કરવાના નામે પોળોમાં શારણેશ્વર મંદિરના મહંતને આપી ધમકી આપી જિલ્લા કલેકટર દ્વારા પ્રવેશ બંધી છતાં હંગામો કરતા પોલીસ કર્મચારીનો દાદાગીરી આવી સામે આવી હતી. અને આ વીડિયો વાયરલ થતા સોશ્યલ મીડિયામાં ચર્ચા નુંસ્થાન પામ્યો હતો.


