આગામી તા.૨૬/૧૨/૨૦૨૨થી ૨૯/૧૨/૨૦૨૨, આમ કુલ ૦૪ દિવસ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં આસિસ્ટન્ટ કમાન્ડિગ ઓફીસરશ્રી, CISF યુનિટ રિલાયન્સ, જામનગર તેમજ સ્કવોર્ડન લીડરશ્રી, એરફોર્સ સ્ટેશન, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ શ્રી બી.એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.