આગામી તા.૨૯/૧૨/૨૦૨૨ આમ કુલ ૦૧ દિવસ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં કમાંડિંગ ઓફિસરશ્રી, ૬૨૫ ગરુડ ફલાઇટ, એરફોર્સ સ્ટેશન, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત, આગામી તા.૦૩/૦૧/૨૦૨૩થી ૦૫/૦૧/૨૦૨૩ આમ કુલ ૦૩ દિવસ દરમિયાન આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઑફીસરશ્રી, C.I.S.F. યુનિટ, વાડીનાર દ્વારા ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ શ્રી બી.એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.